Dhasa
ઢસા ; દુહા, છંદ અને ગીતો સાથે ‘ચા’ પીરસનારા કમલેશભાઈ ગઢવીને મળો, ‘આવી અષાઢી બીજ’નો મિત્રએ વીડિયો વાયરલ કરતા થયા પ્રખ્યાત
રઘુવિર મકવાણા
- વાવાઝોડા વચ્ચે વાયરલ થયા ઢસાના કમલેશભાઈ ‘ચા’ વાલા, દુહા, છંદ અને ગીતોથી પીરસે પોતાની ‘ચા’, મિત્રએ વીડિયો વાયરલ કરતા થયા પ્રખ્યાત
ઢસાના કમલેશ ગઢવી ચા વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેઓ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાયેલા છે. વાવાઝોડાની અસરને લઈ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આ વાતાવરણની વચ્ચે 2 દિવસથી એક ચા ની કિટલી ચલાવતા વ્યક્તિનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો અંગે એ તપાસ કરતા આ વીડિયો ઢસા ગામનો હોવાનુ જાણવા મળ્યુ હતુ. ગુજરાતીમાં કહેવત છે કે, કોઈક દી કાઠિયાવાડમાં ભૂલ્યો પડ ભગવાન તને સ્વર્ગ ભુલાવુ શામળા, આ ગુજરાતી કહેવતને લોકવાર્તા તરીકે આકાર પામી તેનું મુખ્ય કારણ આ ગુજરાતની ધરતી છે.
બોટાદના ઢસાના કમલેશ ગઢવી ચા વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને હાલ તેઓ સોશિયલ મીડિયામાં ખૂબ જ છવાયેલા છે. કમલેશ ગઢવીને માં સરસ્વતીની અવાજની ભેટ છે જેઓ દુહા-છંદ ગાઈને ચા પીવા આવનારા ગ્રાહકોને મનોરંજન પીરસે છે. કમલેશભાઈ ગઢવી નામના વ્યક્તિને આ અંગે પુછતા તેમણે જણાવ્યુ હતુ કે, આ વીડિયો વરસાદી વાતાવરણ જામ્યો હોવાથી હુ દુહા છંદ લલકારતો હતો તે દરમિયાન મારા મિત્રએ વીડિયો ઉતારીને વાયરલ કર્યો હતો. કમલેશભાઈ ગઢવી પોતે ગામમાં ચાની દુકાન ચલાવે છે. અને ચાની સાથે માતાજીના દુહા છંદ અને ગીત ગ્રાહકોને સંભળાવે છે.