Dhasa
ઢસા ગામે દર્દનાક અકસ્માત, એક્ટિવા પર જતા માતા-પુત્રનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત

રઘુવીર મકવાણા
કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા માતા અને પુત્રના કમકમાટીભર્યા મોત નિપજ્યાં, ઢસાના ભાવનગર રોડ પરનો બનાવ
ઢસા ગામે માર્ગ અકસ્માતની ઘટનામાં માતા-પુત્રના મોત થયા છે. ઢસા ગામે ભાવનગર રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ આ દુર્ઘટનામાં માતા અને પુત્રના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. ભાવનગર રાજકોટ હાઇવે પર આવેલા ઢસા નજીક એક્ટિવા પર લોકીક કામ અર્થે જઈ રહેલા મતા પુત્રને કારે અડફેટે લેતા માતા પુત્રના સ્થળ પરજ મોત નીપજ્યા હતા.આ ઘટનાની જાણ થતાની સાથે પોલીસ અને ૧૦૮ એમવ્યુલાન્સ સ્થળ પર પહોંચી જરૂરી કરવાની હાથ ધરી હતી.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ બોટાદના ઢસા સ્ટેશન પાસે રહેતા ઉષાબેન મકવાણા ઉંમર વર્ષ ૫૦ અને પુત્ર જીગ્નેશભાઈ મકવાણા પોતાનું એક્ટિવા જી જે ૨૭ સી કે ૬૪૭૧ લઇને લૌકિક કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે ભાવનગર રાજકોટ હાઇવે પર આવેલા ઢસા પાસે કારની અડફેટે એક્ટિવા આવી જતા મતા પુત્ર રોડ પર ફંગોળાયા હતા અને રોડ પર પટકાયા હતા મતા પુત્ર રોડ પર પટકાતા ગંભીર ઈજા થતાં માતા પુત્રના સ્થળ પર કરુણ મોત નીયજ્યા હતા . આ ધટનાની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને ૧૦૮ એમવ્હેલન્સ સ્થળ પર પહોંચી હતી માતા પુત્રના મૃતદેહને પી એમ અર્થે ખસેડી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી આ અકસ્માત સર્જાતા ભાવનગર રજકોટ હાઇવે પર ટોળા ઉમટ્યા હતા