Sihor
સિહોર નગરપાલિકાના છુટ્ટા કરેલા કર્મીઓને પગાર માટે ધરમ ના ધક્કા, પાલિકાનો વહીવટ ખાડે
Pvar
સિહોર નગરપાલિકાનો વહીવટ સંદતર કથળેલી હાલતમાં દેખાય છે, કર્મીઓને પગાર ચૂકવવાના ફાંફા પડે છે. દર મહિને પગારનો કકળાટ કાયમી રહ્યો છે. નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ બેજ ઉપર કામ કરતા કર્મચારીઓને છુટા કરતાં પગાર માટે ધરમ ધક્કા થયા હોવાનો ઘાટ સર્જાયો છે. કર્મચારીઓ જાય તો જાય ક્યાં તેવી સ્થિતિ ઉભી થઇ છે. સમગ્ર મામલે શિવસેના પ્રમુખ કેશુભાઇ સોલંકી દ્વારા મધ્યસ્થી બની પગાર અંગે રજુઆત કરી વહેલી તકે બાકી પગારનું ચુકવણું કરવા માંગ કરી છે.
નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતા કર્મચારીઓને છૂટા થયાને ત્રણ માસ થયા પરંતુ આ લોકોને બે માસનો પગાર ચૂકવવામાં ન આવતા કર્મચારીઓ ધક્કા ખાઇને કંટાળી ગયા છે કોઇ ને સરખો જવાબ મળતો નથી. સમગ્ર મામલે કર્મચારીઓએ કેશુભાઈ સોલંકી, અને જયરાજસિંહને સાથે રાખી પરેશ ભટ્ટ સાથે મધ્યસ્થી બની રજુઆત કરીને વહેલી તકે પગાર ચૂકવણાની માગ કરવામાં આવી હતી. જોકે ત્રણ ચાર દિવસમાં પગા મળી જશે તેવી હૈયાધારણા આપવામાં આવી હતી.