Gujarat
રીલ્સ પાછળ ક્રેઝી પોલીસ કર્મચારીઓને બ્રેક મારતો આદેશ જાહેર કરતા ડીજીપી સહાય

Kuvaadiya
સોશ્યલ મીડિયાના ઉપયોગમાં મર્યાદાનું પાલન કરવું ફરજિયાત
ગુજરાત પોલીસની છબી ખરડાય તેવી તો અઢળક ઘટનાઓ અવારનવાર સામે આવી છે. જોકે હાલ ડીજીપીનો એક પરિપત્ર સોશ્યલ મીડિયામાં ગુજરાત પોલીસના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી પોસ્ટને કારણે બગડતી છબીને બચાવી લેવાના હેતુથી કરવામાં આવ્યો છે. રિલ અને વીડિયો બનાવી પોસ્ટ કરવાનો ક્રેઝ વધ્યો છે. તેમાં ગુજરાત પોલીસ પણ બાકાત નથી સરકારી નોકરી કરનારાઓમાં આ ક્રેઝ છે, પરંતુ વર્દી દેખાય છે ત્યારે ગુજરાત પોલીસની છબી ખરડાય છે અને તેની સામે એક્શન લેવાશે તેવો ડીજીપીનો આદેશ છે. કર્મચારી કે પોલીસ વિભાગના સદસ્યો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ માટે આચાર સહિતના 2023 બહાર પાડવામાં આવી છે, જેનો ચુસ્તપણે અમલ કરવા માટે પણ જણાવ્યું છે.
તેમ છતાં કેટલાક લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ બાબતની આચારસંહિતાનું ચુસ્તપણે અમલ કરતા નથી. પોલીસ અધિકારીઓ કર્મચારી દ્વારા ફરજ પર તથા સિવાયના સમયે પોલીસ યુનિફોર્મમાં સોશિયલ મીડિયામાં રિલ અને વીડિયો બનાવીને અલગ અલગ મીડિયાના એપ્લિકેશન ઉપર પોસ્ટ કરીને પોલીસને છબીને કલંકિત કરવા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જેથી કરી તમામ અધિકારી અને કર્મચારીઓ સાચા સંહિતાનો ચુસ્તપણે પાલન થાય તે આવશ્યક હોવાનું જણાવ્યું છે. જો કોઈપણ આ આચાર સાહિત્યનો ભંગ કરશે તો તેઓની સામે કાર્યવાહી અને કડક પગલાં ભરવામાં આવશે જેની જાણ તમામ ડિપાર્ટમેન્ટ, પોલીસ કમિશનર, પોલીસ અધિક્ષકો રેન્જના વડાઓ અને તમામ સેનાપતિઓને કરવામાં આવી છે.