Sihor
સિહોરમાં વટ સાવિત્રી વ્રતની સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા ભક્તિભાવ પૂર્વક ઉજવણી
દેવરાજ
મહિલાઓએ સમૂહમાં એકત્ર થઈ વડની પૂજા અને પ્રદિક્ષણા કરી પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી
જેઠ સુદ પુનમે સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ શાંતિ માટે વટ સાવિત્રી વ્રત કરી પૂજા અર્ચના દાન અને વડના વૃક્ષની પૂજા અને પ્રદિક્ષણા કરી અખંડ સૌભાગ્ય અને સુખ સમૃદ્ઘિ માટે પ્રાર્થના કરે છે. સિહોર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રવિવાર વહેલી સવારથી મહિલાઓ દ્વારા સમૂહમાં વડના વૃક્ષની પૂજા અને પ્રદિક્ષણા કરવામાં આવી હતી.
વટ સાવિત્રી વ્રતનું મહત્વ પૌરાણિક કથાઓ અનુસાર, સાવિત્રીએ વટવૃક્ષ નીચે યમરાજ પાસેથી તેમના પતિ સત્યવાનનો જીવ બચાવ્યો હતો તે દિવસથી પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત કરે છે. એવું માનવામાં આવે છે કે વટવૃક્ષના મૂળ ભાગમાં ભગવાન બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ અને આગળના ભાગમાં શિવજીનો વાસ છે. તેથી જે સ્ત્રી આ દિવસે વ્યવસ્થિત અને સાચા હૃદયથી વટવૃક્ષની પૂજા કરે છે તેને અખંડ સૌભાગ્ય અને સુખ-સમૃદ્ઘિ પ્રાપ્ત થાય છે. શહેર અને ગ્રામ્ય પંથકમાં મહિલાઓ દ્વારા વટ સાવિત્રી વ્રત રાખી વટવૃક્ષની નીચે પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
સિહોરના વડલાચોકે આવેલ ખોડિયાર માતાજી મંદિર ખાતે આવેલા વડની પૂજા કરવા વટ સાવત્રી વ્રતના દિવસે મોટી સંખ્યામાં બહેનો આવે છે. પૂજાવિધિ અનુસાર વડની પ્રદિક્ષણા કરી પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વટ સાવત્રીનું વ્રત બેહેનો દ્વારા વડની વિધિવત પૂજા-અર્ચના તેમજ પ્રદિક્ષણા કરી કરવામાં આવ્યું હતું. વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી સૌભાગ્યવતી મહિલાઓએ પોતાના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ઘિ માટે ઉપવાસ રાખી વટવૃક્ષ પાસે જઈને વિધિવત પૂજા કરી તેમજ પરિક્રમા કરી આશીર્વાદ મેળવ્યા હતાં.