Sihor
ભક્તો દર્શનાર્થે ઉમટ્યા ; ગુરુપૂર્ણીમા નિમિતે સિહોરના પ્રસિદ્ધ ગૌતમેશ્વર મંદિરે ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા

કુવાડિયા
સિહોર શહેર જિલ્લામાં ગુરુપૂર્ણિમા નિમિત્તે મંદિરો ખાતે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે શહેરના પ્રસિદ્ધ ગૌતમેશ્વર મંદિર ખાતે વહેલી સવારથી ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા તથા ભાવિક ભક્તોએ ગુરુના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી.
દર વર્ષે અષાઢ સુદ પૂનમ-ગુરૂપૂર્ણિમા નિમિતે સિહોર શહેર-જિલ્લામાં ગુરૂ ભક્તો દ્વારા પૂ. બાપાની સુંદર મઢુલીઓ બનાવવામાં આવે છે અને શ્રધ્ધાળુઓ દ્વારા મહાઆરતી, બટુક ભોજન પ્રસાદ વિતરણ, સંતવાણી સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે, શહેરના ગૌતમેંશ્વર મંદિર ખાતે ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ગુરુ વંદના કરી ભાવિકો ધન્યતા અનુભવી હતી. મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ લાભ લીધો હતો.
સુપ્રસિદ્ધ સિહોરના ગૌતમેંશ્વર ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારથી દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, સવારથી આરતી, ધ્વજ પૂજન, ધ્વજ રોહણ, ગુરુપૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા, મોડી સાંજ સુધીમાં હજારો ભાવિકો દર્શન કરી ધન્યતા અનુભવી હતી