Sihor
સિહોર દબાણ હટાવ મામલે દેકારો, શાક માર્કેટના શટરો પડી ગયા, મામલતદારે ટોળું ઘસી ગયું, પોલીસ દોડી ગઈ
દેવરાજ – પવાર
સવારના સમયે શાક માર્કેટમાં ધમાસણ મચી, ડીમોલેશન અને દબાણ હટાવવા મામલે લોકોનો આરોપ છે કે કોઇ ચોક્કસ જ્ઞાતી કે કોઈ ચોક્કસ વ્યક્તિને ટાર્ગેટ બનાવાય છે, મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં ટોળું બેસી ગયું, મામલો ઉચ્ચ અધિકારી સુધી પોહચ્યો
સિહોર નગરપાલિકા કર્મચારીઓ દ્વારા થતી દબાણ હટાવવાની કામગીરીમાં કોઇ ચોક્કસ જ્ઞાતિ કે વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવતો હોવાના આક્ષેપો થતા ભારે ચકચાર મચી ગઇ છે. આજે સવારના સમયે સિહોરની મુખ્ય શાકમાર્કેટ વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલ કર્મીઓ સામે શાકભાજી વેપારીઓએ ખુલ્લો આક્ષેપ કરી ભારે ગેકીરો મચાવ્યો હતો. ત્યારે સમગ્ર મામલો મામલતદાર સુધી પોહચ્યો હતો બનાવમાં પોલીસ પણ દોડી ગઈ હતી. સિહોરના તંત્ર દ્વારા છેલ્લા બે ત્રણ દિવસથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મુખ્ય માર્ગોથી લઈ બજારોમાં ડીમોલેશન કામગીરી હાથ ધરાઈ છે.
વડલાચોક આસપાસના કેબીનો, લારી ગલ્લા, હટાવી દબાણો દૂર કર્યા હતા. બાદમાં મુખ્ય બજારમાં કામગીરી હાથ ધરી હતી આજે સવારના સમયે સિહોર જૂની નગરપાલિકા લાઇબ્રેરી પાસે આવેલ જૂની શાકમાર્કેટના વેપારીઓએ દબાણ હટાવવા મામલે દેકારો મચાવ્યો હતો. એક સમયે શકમાર્કેટના શટરો પાડી દેવાયા હતા. મામલે ભારે દેકારો મચ્યો હતો સો થો દોઢસો લોકોનું ટોળું મામલતદાર કચેરી ખાતે ઘસી ગયું હતું. ડીમોલેશન અને દબાણ હટાવવા મામલે લોકોનો આરોપ છે કે કોઇ ચોક્કસ જ્ઞાતી કે કોઈ ચોક્કસ વ્યક્તિને ટાર્ગેટ બનાવાય છે. એક સમયે મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં લોકો બેસી જઈને રોષ વ્યકત કર્યો હતો. રજૂઆતકર્તાઓને સાંભળી મામલતદાર જોગસિંહ દરબારે લોકોને સંતોષકારક જવાબ આપી મામલાને શાંત કર્યો હતો