Sihor
સિહોરના દિપડીયા ડુંગરના ગાળામાંથી દિપડાનો મૃતદેહ મળી આવ્યો – ચકચાર મચી

દેવરાજ
ફોરેસ્ટ વિભાગે મૃતદેહનો કબ્જો લઈ પીએમ માટે મોકલી તપાસનો ધમધમાટ આદર્યો, દિપડાનું ક્યાં કારણોસર મોત થયું તેને લઈ તપાસનો દોર શરૂ
સિહોર શહેરના ડુંગરમાંથી આજે સવારે મૃત હાલતમાં દીપડો મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ સિહોર વન-વિભાગના અધિકારીઓને થતાં ઘટના સ્થળ પર દોડી આવ્યા હતાં. કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી છેલ્લા ઘણા મહિનાઓથી દીપડાના પરિવારનો પડાવ હતો શહેરની વિવિધ સોસાયટીઓમાં,સીટી વિસ્તારોમાં, સિહોરીમાતાના ડુંગરોમાં વારંવાર જોવા મળતા આ દીપડા પરિવાર માં ત્રણ બચ્ચા દીપડી અને દીપડો એમ કુલ પાંચ રાની પશુઓ જોવા મળતા હતા ત્યારે નગરજનો ભયભીત બન્યા હતા
રહેણાંકી વિસ્તારોમાં ભાગ્યેજ જોવા મળતા આ રાની પરિવારના સભ્યો ના રહેણાંકી વિસ્તારમાં પણ આંટાફેરા વધતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સતત ખડેપગે રહી લોકોને આ પશુઓને રંજાડવા નહિ ડુંગર નજીક ના વિસ્તારમાં લાઈટો શરૂ રાખવી વગેરે અનેક સૂચનાઓ આપવામાં આવેલ અને પાંજરાઓ ગોઠવવામાં આવતા બે ત્રણ ઝડપાયેલ, એક ગેલોર્ડ હોટલ ના ઓટીએસ માંથી રેસ્ક્યુ કરી ઝડપાયો હતો ત્યારે બાકી રહેલા ને પકડવા ફોરેસ્ટ દ્વારા કવાયત હાથ ધરી હતી ત્યારે અલગ અલગ જગ્યાએ મારણ કર્યા ના સમાચાર મળ્યા હતા બાદ બે દિવસ પહેલાજ એક વીડિયો માં દીપડો જોવા મળ્યો હતો પરંતુ આજે વહેલી સવારે દીપડાનો મૃતદેહ દીપડીયા ડુંગર નજીક ઓમ ચંદન બાપુના આશ્રમ નજીકથી મળ્યાની વિગતો પ્રાપ્ત થતા ફોરેસ્ટ અધિકારીઓ ફાફલા સાથે બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે વાડી વિસ્તાર ના વીજ કરંટ, ઝેરી જીવડું, કે કયા કારણોસર મોત થયું તે તપાસ નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હાલ દીપડાનો મૃતદેહ વડાળ પી.એમ અર્થે લઈ જવામાં આવ્યો છે રિપોર્ટ આવ્યા બાદ મોત નું ચોક્કસ કારણ જાણી શકાય સમગ્ર કામગીરી માં ફોરેસ્ટ અધિકારી બી.આર.સોલંકી,ફોરેસ્ટર વી.જે.ડોડીયા,વનરક્ષક જે.વી.વ્યાસ તથા વી.એસ.જીડીયા જોડાયા હતા.
પ્રેમ કાંઈ માનવીનો ઇજારો નથી, દીપડો મોતને ભેટ્યો દીપડીએ આખી રાત મૃતદેહની આસપાસ આંટા માર્યા
પ્રેમ માત્ર માનવીનો જ ઇજારો નથી. હિંસક ગણાતા પ્રાણીઓ પણ પ્રેમમાં પાગલ હોય છે. આ વાતની પ્રતીતિ કરાવતો કિસ્સો સિહોર ખાતે બન્યો છે જેમાં મોતને ભેટેલા દીપડાના વિરહમાં દીપડીએ આખી રાત મૃતદેહની આજુબાજુ આંટા ફેરા કર્યા હતા.સિહોરના ડુંગરમાં કોઈ કારણોસર આજે સવારે દીપડો મોતને ભેટ્યો હતો મોતને ભેટેલા દીપડાના વિરહમાં દીપડી કલાકો સુધી મૃતદેહની આસપાસ લટાર મારતી નજરે પડી હતી. હાલ દીપડાનો મેટિંગ પીરિયડ ચાલી રહ્યો હોય બંને ગામની સીમમાં ફરતા નજરે પડી રહ્યા હતા. દીપડો મોતને ભેટતાની જ સાથે આવેલી દીપડીએ દોડાદોડી શરૂ કરી દીધી હતી. દીપડાના વિરહમાં દીપડી કલાકો સુધી મૃતદેહ આજુબાજુ આંટાફેરા મારતી નજરે પડી હતી. જોકે, સવારે અજવાળુ થતાં જ દીપડી સ્થળ છોડીને નાસી છૂટી હતી.
ફોરેસ્ટ અધિકારીઓ ફાફલા ઘટનાસ્થળે દોડી ગયો
સિહોર તાલુકામાં ઘણા સમયથી દીપડા પરિવારનો પડાવ હતો, સિહોરી માતાના ડુંગરોમાં દીપડાનો પરિવાર વારંવાર જોવા મળતો હતો. બે દિવસ પહેલાજ એક વીડિયોમાં દીપડો જોવા મળ્યો હતો, પરંતુ આજે વહેલી સવારે દીપડાનો મૃતદેહ દીપડીયા ડુંગર નજીક ઓમ ચંદન બાપુના આશ્રમ નજીકથી મળ્યાની વિગતો પ્રાપ્ત થતા ફોરેસ્ટ અધિકારીઓ ફાફલા સાથે બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે દીપડાના બચ્ચાનું કયા કારણોસર મોત થયું તે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ આવ્યાં બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે
આ અંગે ફોરેસ્ટ અધિકારી બી.આર.સોલંકીએ જણાવ્યું હતું કે, આજે સવારે સિહોર તાલુકાના ગોતમેશ્વર રેવન્યુ વિસ્તારમાંથી ડુંગર ગાળાની વચ્ચે દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો, આ ઘટનાના પગલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ દીપડાનો મૃતદેહ વડાળ પી.એમ અર્થે લઈ જવામાં આવ્યો છે રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે,