Sihor
સિહોરના શંકરભાઇ કંકોરિયાની દિકરી સોના ધો 10માં અભ્યાસ કરી ઘરનું ગુજરાન ચલાવતા પિતાને પણ મદદ કરે છે
મુકેશ જોશી – આશિષ ડોડીયા
સોના જે જે મહેતા ગર્લ્સ સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે, હાલ ઉત્તરાયણના દિવસો છે પિતા શંકરભાઇ લારીમાં ઉત્તરાયણ તહેવારમાં વેચાતી ચીજવસ્તુઓ વેચે છે, દીકરી સોના ભણતરની સાથે પિતાને પણ મદદ કરે છે
જીંદગીનું ગણિત આપણને સમજાતુ નથી કારણ જીંદગી કયારેય આપણા ગણિત પ્રમાણે ચાલતી નથી, ઘણી વખતે આપણે આપણી આજુબાજુએ એવા લોકોને જોતા હોઈએ છીએ જેમાં લોકો તેમના જીવનમાં ઘણા સંઘર્ષો કરતા હોય છે અને આગળ વધતા હોય છે. હાલમાં એવા પણ ઘણા યુવકો અને યુવતીઓ આપણે જોતા હોઈએ છીએ. જે ભણવાથી દૂર જ ભાગતા હોય છે, આજે આપણે એક એવી જ દિકરી વિષે વાત કરીએ જે દિકરી ભણવાની સાથે સાથે તેના પરિવારની આર્થિક રીતે મદદ પણ કરી રહી છે.
આ દીકરીની હિંમત જોઈને તમને પણ તમારી દીકરી ઉપર ગર્વ થશે સિહોરના શંકરભાઇની દીકરી સોના ધો 10માં અભ્યાસ કરી ઘરનું ગુજરાન ચલાવતા પિતાને મદદ પણ કરે છે સિહોર ના એકતા સોસાયટીમાં પાસે રહેતા શંકરભાઇ કંકોરિયા જેઓ સામાન્ય પરિવારમાંથી આવે છે પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી પરિવારના પેટ ભરવા માટે રમકડાની લારી ફેરવી ગુજરાન ચલાવે છે જગતના દરેક માં બાપ માટે દીકરી વ્હાલનો દરિયો કહેવાય છે.
પિતા સવાર થી સાંજ સુધી શહેરના અલગ અલગ વિસ્તારોમાં લારીમાં ઉત્તરાયણ પર્વના પંપુડા ફુગ્ગા વેચી ગુજરાન ચલાવે છે શંકરભાઇ કંકોરિયા પાંચ દીકરીના પિતા છે જે પૈકી સોના નામની દીકરી જે જે મહેતા ગર્લ્સ સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે. સોના અભ્યાસની સાથે પોતાના માતા પિતા બન્નેને મદદ કરે છે સ્કૂલે થી છુટ્ટી મળે એટલે પોતાના પિતાની મદદમાં લાગી જાય છે સોના પિતાની લારી પર બેસી ધંધાની સાથે અભ્યાસ પણ કરે છે સોનાએ આ તકે કહ્યું હતું કે બીજા લોકોની જેમ મારે પણ ખૂબ ભણવું છે, આગળ વધવું છે, ભણી ગણી જીવનમાં ખાસ માતાપિતાને મદદરૂપ થવું છે..