Connect with us

Sihor

સિહોર નગરપાલિકામાં પાણી આપોના પોકાર સાથે દરરોજ ઉમટતા મહિલાઓના ટોળા – લોકોની સ્થિતિ કફોડી

Published

on

Crowds of women flocking to Sihore municipality every day with the cry of providing water - the condition of the people is dire.

Devraj

15 દિવસે પણ પૂરતુ પાણી ન મળતા કોમલરાજ આસપાસના રહિશો ત્રાહિમામ, પાણીના વિતરણકાર્યમાં વ્યાપક ધાંધીયા, લોકોની સ્થિતિ કફોડી

સિહોર નગરપાલિકાના અનેક વિસ્તારોમાં ૧૨ થી ૧૫ દિવસ સુધી પાણી ફાળવવામાં ન આવતા લોકોમાં તંત્ર સામે આક્રોશ બળવત્તર બની રહ્યો છે. પાણીની રોજીંદી રામાયણથી ત્રાસી ગયેલા સ્થાનિક રહિશોના ટોળેટોળાઓ દરરોજ પાણી આપોની માંગ સાથે નગરપાલિકા કચેરીમાં આવી રહ્યા છે.

Crowds of women flocking to Sihore municipality every day with the cry of providing water - the condition of the people is dire.

જયા ગૃહિણીઓ છાજિયા લઈને બળાપો વ્યકત કરી રહ્યા છે. સિહોર શહેરમાં લાંબા સમયથી પાણીનો કાળો કકળાટ યથાવત રહ્યો છે. નગરપાલિકા દ્વારા શહેરમાં દર ૧૫ દિવસે પાણી અપાય છે. આ રીતે સમગ્ર વર્ષ દરમિયાન ફકત ૪૦ થી ૫૦ દિવસ પાણી સપ્લાય થાય છે અને પાણીવેરો ૩૬૫ દિવસનો વસુલ કરવામાં આવે છે. કાળઝાળ ગરમી વચ્ચે સિહોરમાં હાલમાં પાણીની સમસ્યા એટલી વકરતી જાય છે કે ન પૂછો વાત ! અને નગરજનો પાણી પ્રશ્ને ત્રાહીમામ પોકારી રહ્યા છે.

Crowds of women flocking to Sihore municipality every day with the cry of providing water - the condition of the people is dire.

સિહોરની મહિલાઓને પાણી માટે રંણચડી બનવું પડે છે. જે ધારાસભ્ય,સાસંદ અને આગેવાનો માટે આ એક શરમજનક કહેવાય પરંતુ આ બધાને આ બધુ કોઠે પડી ગયું હોય તેમ ચૂપચાપ બેસી ગયા છે.કોઇ નકકર પરીણામ લાવી શકતા નથી. પંદર દિવસ થયાં છતાં નગરજનોને પાણી ન મળે એનાથી વિશેષ સિહોરવાસીઓની બીજી મોટી કરુણતા કઇ હોઇ શકે ?

Advertisement

Crowds of women flocking to Sihore municipality every day with the cry of providing water - the condition of the people is dire.

સિહોરના કોમલરાજ ગ્રાઉન્ડ આસપાસના વિસ્તારોમાં પંદર દિવસો થયા છતાં પાણી વિતરણ થયું જ નથી. પાણીની મુશ્કેલીથી ત્રાહિમામ પોકારી ગયેલી જનતા દ્વારા પાણી માટે છાજીયા લેવાઈ રહ્યા છે અને ઉગ્ર સુત્રોચ્ચાર કરાઈ રહ્યા છે. જેથી હાલ પરિસ્થિતિ દિન પ્રતિદિન વધુ ને વધુ બગડી રહી છે. લોકોનું જીવન જીવવુ દોહ્યલુ બની ગયેલ છે. છતે પાણીએ પાણી માટે ટળવળી રહ્યા છે. શુ કાયમને સિહોર માટે આજ સ્થિતિ ઉભી રહેશે તે સવાલ મોટો છે

Continue Reading
Advertisement
error: Content is protected !!