Sihor
કરોડો રૂપિયા પાણીમાં ; દોઢ કરોડના આર.સી.સી રોડમાં પાંચ માસમાં ભ્રષ્ટાચાર આવ્યો સામે.

પવાર
जमीर बेच कर अमीर तो बन गए पर याद रखना साहब… नर्क में अकेले ही जाना पड़ेगा.. कर्मों का पाई-पाई हिसाब होगा
સિહોરના ટાણા ચોકડીથી મઢી સુધીના માર્ગમાં કથિત ભ્રષ્ટાચાર આવ્યો સામે, પાંચ માસ પહેલા બનેલો આર.સી.સી રોડ તૂટી જતા સિહોરવાસીઓમાં રોષ ભભૂક્યો, રૂ.૧.૫૭ કરોડના ખર્ચે આ રોડ પાંચ માસ પહેલા બન્યો હતો, શું આવા દરરોજ સામે આવતા ભ્રષ્ટાચારનો કોઈ અંત ખરો.?
સિહોરમાં ટાણા ચોકડી થી મઢી રોડથી સુધીના આજથી પાંચ પહેલા અને ૧.૫૭ કરોડ ના ખર્ચે બનેલા આર.સી.સી રોડમાં થયેલો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. આ રોડ સિહોરથી આગળના ૨૦ ગામો તરફ જવાનો માર્ગ હોય અને ભારે ટ્રાફિક આ માર્ગ પર રહેતો હોય ત્યારે વારંવાર તૂટી જતા ડામર ના માર્ગને આર.સી.સી બનાવી વાહન ચાલકો માટે એક જરૂરી સુવિધા દોઢ કરોડ રૂ.ના ખર્ચે તૈયાર કરવામાં આવી હતી પરંતુ ભ્રષ્ટાચારનો ભોરીંગ આ રોડને પણ ભરખી ગયો હોય તેમ આ રોડ માત્ર પાંચ માસમાં તેના ખખડધજ હાલતમાં નજરે પડતા શહેરીજનો માં રોષ ભભૂકી ઉઠ્યો છે.
અને ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે. ભ્રષ્ટાચારનો ભોરીંગ રાજ્ય અને દેશમાં એવો તો ફેલાયો છે કે સવાર પડે અને એક નવો ભ્રષ્ટાચાર સામે આવે છે પરંતુ કહેવાતા ભ્રષ્ટાચાર અંગે કેવી તપાસ અને કાર્યવાહી કરવામાં આવે છે તેનો કોઈ અંદાજ જનતા લગાવી નથી શકતી અને આખરે પ્રજાના જ રૂ.નું પાણી થઇ જાય છે અને કથિત ભ્રષ્ટાચારીઓ પોતાના ગજવા ભરી માલામાલ થઇ જાય છે ત્યારે આવો જ એક ભ્રષ્ટાચાર ભાવનગર જીલ્લાના સિહોરમાં સામે આવ્યો છે.
જેમાં સિહોરના ટાણા ચોકડીથી મઢી સુધીનો આર.સી.સી રોડ આજથી પાંચ માસ પહેલા રૂ.૧.૫૭ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ માત્ર પાંચ માસના ટૂંકા ગાળામાં આં માર્ગની હાલત દયનીય બની છે. આર.સી.સી નું ઉપરનું પડ માર્ગના અનેક ભાગોમાં નીકળી ગયું છે તેમજ કપચીj સિમેન્ટમાંથી બહાર નીકળી ગયેલી નજરે પડી રહી છે. જેથી હાલ આ માર્ગ પરથી પસાર થતા વાહનોને ફરી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર પાંચ માસમાં આ માર્ગ ખખડધજ થઇ જતા સિહોર વાસીઓમાં રોષ છવાયો છે અને આ કથિત ભ્રષ્ટાચાર અંગે તાકીદે તપાસ કરી ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.