Sihor
ભરશિયાળે પાણી માટે કકળાટ : સિહોર ક્રિકેટ ગ્રાઉન્ડ વિસ્તારની મહિલાઓ નગરપાલિકા ખાતે દોડી ગઈ
પવાર
નગરપાલિકાનું તંત્ર અને શાશકો ના-પાસ ; 10/10 દિવસથી પાણી માટે વલખા, શિયાળો હજુ શરૂ છે ત્યાંજ સિહોરમાં પાણીનો કકળાટ શરૂ, ઉનાળામાં દશા કફોડી થવાની, વોર્ડ 4 ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે દસ દિવસથી પાણી નથી મળ્યું, અહીં સવાલ એ છે કે પાણી વગર લોકો જીવતા કેમ હશે.?
સિહોરમાં હજી શિયાળો શરૂ છે ત્યાં પાણીનો કકળાટ શરૂ થયો છે. આગામી ઉનાળામાં પરિસ્થિતિ વિકટ બને તે પૂર્વે આયોજન કરવું જરૂરી હોવા છતાં જવાબદાર તંત્રના પેટનું પાણી હલતુ નથી. ભર શિયાળામાં લોકો દસ દસ દિવસ પાણી માટે વલખા મારે છે અને આપડે મોટા સુરમાં વિકાસની બુમરેગ કરીએ છે. અહીં સવાલ એ છે કે લોકો પાણી વગર કઈ રીતે જીવી શકતા હશે એ વાત જવાબદારોને નહિ સમજાતી હોઈ.? શહેરમાં ઘરે ઘરે નળ દ્વારા પાણી સપ્લાઇ આપવામાં આવે છે.
તેનું કાઇ ટેમ ટેબલ જ નક્કી નથી. છેલ્લા ઘણા સમયથી સિહોરની વસ્તીને સાત આઠ દિવસે ઘરે ઘરે નળ દ્વારા પાણી આપવામાં આવે છે. હાલ શિયાળાના દિવસો ચાલે છે ત્યારે પણ સિહોરની જનતાને પાણી પુરતુ મળતુ નથી અને ઘણી જ વાર દસ બાર દિવસે પણ પાણી અપાઇ છે જેને લઈ સિહોરના અમદાવાદ રોડ ક્રિકેટ ગ્રાઉન્ડ વિસ્તારની મહિલાઓએ નગરપાલિકા ખાતે હોબાળો મચાવી મીડિયા સામે બળાપો ઠાલવ્યો હતો. હાલ જો શીયાળાના દિસવોમાં જ પાણી માટે વલખા મારવા પડતા હોય તો આગામી ઉનાળાના દિવસોમાં સિહોર શહેરની જનતાની શુ દશા થશે. અને કેટલાક દિવસે ઘરે ઘરે નળની સપ્લાઇ મળશે. તેની કલ્પના પણ કરવી મુશ્કેલ ભર્યું છે. ખાસ કરી પાણીના મામલે શહેરની જનતામાં ભારે નારાજગી ઉત્પન્ન થવા પામી છે ત્યારે તંત્ર અને સત્તાધીશો પોતાની કુંભકરણની નિદરામાંથી જાગી તે જરૂરી છે