Bhavnagar
રંઘોળા પાસે કપાસ ભરેલા ટ્રકમાં લાગી આગ ; મચી અફરાતફરી

પવાર
હાઇવે પર કપાસ ભરેલા ટ્રકમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી, સિહોરનું ફાયર ફાઇટર દોડી ગયું
ભાવનગર રાજકોટ હાઇવે પર રંઘોળા ગામ નજીક કપાસ ભરેલા ટ્રકમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગેલ ટ્રકમાં કપાસ ભરેલ હતો. આગ લાગતા સિહોર ફાયર ફાઇટરે ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લેવાના પ્રયત્નો આદર્યા હતા. આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. જોકે આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી ભાવનગર રાજકોટ હાઇવે પર રંઘોળા ગામ નજીક કપાસ ભરેલા ટ્રકમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, ત્યારે કલાકોની જહેમત બાદ ટ્રકમાં લાગેલી આગ ઉપર સિહોર ફાયર ફાઇટરએ કાબુ મેળવ્યો હતો આજે બપોરના સમયે ભાવનગર રાજકોટ હાઇવે પર રંઘોળા ગામ નજીક કપાસ ભરેલા એક ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળી હતી.
ટ્રકમાં મસમોટો કપાસનો જથ્થો હોવાથી જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ટ્રકમાં આગ લાગતાની સાથે જ હાઇવે પર અન્ય વાહનચાલકોમાં ભાગદોડ મચી હતી. થોડા સમય વાહન વ્યવહાર બંધ રહેતા અનેક વાહનચાલકો અટવાયા હતા. બનાવની જાણ થતાં જ સિહોર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. 3 કલાકની ભારે જહેમત બાદ ટ્રકમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર ફાઇટરને સફળતા મળી હતી. જોકે, આગમાં લાખો રૂપિયાના કપાસ બળીને ખાખ થઈ ગયો હતો. તો બીજી તરફ સદનસીબે ડ્રાયવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો જોકે આગનું કારણ જાણી શકાયું નથી