Connect with us

Sihor

સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ સિહોર નજીક હાઇવે પર આવેલ આવડકૃપાની મુલાકાત લીધી

Published

on

cooperation-minister-jagdish-vishwakarma-visited-awadkripa-on-the-highway-near-sihore

કુવાડિયા

ભાવનગર જિલ્લાનાં પ્રવાસે આવેલ રાજ્યનાં સહકાર, મીઠા ઉધોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો) લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉધોગ, કુટીર, ખાદી અને ગ્રામોધોગ, નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ ભાવનગર જિલ્લામાં આવેલ આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રા.લી. અને મધુ સિલિકા પ્રા. લી. કંપનીની મુલાકાત લીધી હતી. મંત્રીએ સિહોર નજીક ભાવનગર રોડ ખાતે આવેલ આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રા.લી. કંપનીમાં તૈયાર થઇ રહેલા કંટેનરો અંગેની સમગ્ર જાણકારી મેળવી હતી અને જરૂરી સુચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.

cooperation-minister-jagdish-vishwakarma-visited-awadkripa-on-the-highway-near-sihore

જ્યારે મંત્રીએ મધુ સિલિકા પ્રા. લી. ખાતે સિલિકા ફેકટરી તથા વેરહાઉસની મુલાકાત લઇને સિલિકાની પ્રોસેસ અંગે જાણકારી મેળવી હતી. આ તકે મંત્રીની સાથે ભાવનગર પશ્ચિમનાં ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી,આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રા.લી. ના હસમુખભાઇ પટેલ અને વલ્લભભાઇ પટેલ તેમજ મધુ સિલિકા પ્રા. લી. ના રમેશભાઈ શાહ અને દર્શક ભાઈ શાહ સહિતનાં ઉધોગકારો, ચેમ્બર ઓફ કોમર્સનાં મેમ્બર્સ, આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Continue Reading
Advertisement
error: Content is protected !!