Gujarat
કોંગ્રેસ ધર્મ નિરપેક્ષ સત્તામાં માને છે : દેશનો ઓરીજનલ ધર્મ એકેશ્વર નો છે : ધાર્મિક બાબતોમાં નિવેદનબાજીથી રાજકારણીઓએ દૂર રહેવું જોઈએ : સાળંગપુર વિવાદ મુદ્દે શકિતસિંહ ગોહિલનુ નિવેદન
બરફવાળા
ચૂંટણી નજીક આવતા ગેસના બાટલાના ભાવમાં ૨૦૦નો ઘટાડો કર્યો : ખેડૂતોને ૧૦ કલાક વીજળી આપવી જોઈએઃ સારા ક્રિકેટરો આપ્યા છતાં જામનગરમાં ક્રિકેટનું સારું મેદાન નથી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જામનગરમાં
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જામનગરની મુલાકાતે છે. જામનગર ખાતે સાળંગપુર વિવાદ મુદ્દે શકિતસિંહ ગોહિલે નિવેદન આપતા જણાવ્યું હતું કે , કોંગ્રેસ ધર્મ નિરપેક્ષ સત્તામાં માને છે.દેશનો ઓરીજનલ ધર્મ એકેશ્વર નો છે.ધાર્મિક બાબતોમાં નિવેદનબાજીથી રાજકારણીઓ દૂર રહેવું જોઈએ.ધર્મના સંવાહકો જ ધર્મની વાત કરે તેમ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.
શકિતસિંહ ગોહિલે જામનગરમાં કેન્દ્ર તથા રાજયોની ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે , ગેસના બાટલાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.ચૂંટણી નજીક આવતા ગેસના બાટલાના ભાવમાં ૨૦૦નો ઘટાડો કર્યો છે.ખેડૂતોને ૧૦ કલાક વીજળી આપવી જોઈએ.સારા ક્રિકેટરો આપ્યા છતાં જામનગરમાં ક્રિકેટનું સારું મેદાન નથી.કોંગ્રેસનું સકારાત્મક વલણ લોકસભાની ચૂંટણીમાં રહેશે.કોંગ્રેસની સરકાર બનશે તો સેવાયજ્ઞ કરશે.