Connect with us

Gujarat

કોંગ્રેસ ફરી મેદાને : ગુજરાત સ્થાપના દિવસથી તાલુકે-તાલુકે ‘જનમંચ’ કાર્યક્રમ

Published

on

Congress back on the field: Taluk-taluk 'Janamanch' program since Gujarat foundation day

બરફવાળા

લોકસમસ્યાઓ સાંભળીને સરકાર સામે લડત મંડાશે : જગદીશ ઠાકોર

ગુજરાત કોંગ્રેસ ગુજરાતના સ્થાપના દિન-1લી મેથી સમગ્ર રાજયમાં તાલુકે તાલુકે ‘જનમંચ’ કાર્યક્રમની શરૂઆત કરશે એવી જાહેરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકારે કરી છે. ગુજરાતના યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડૂતો, પીડિતો, વંચિતો, શોષિતોને પોતાની વાત, સમસ્યા અને પ્રશ્નો સહિત કોઈપણ ફરિયાદના અવાજને બુલંધ કરવા, મંચ આપવાનું ‘જનમંચ’ પ્લેટફોર્મ બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ ‘જનમંચ’ કાર્યક્રમ દ્વારા આવેલી સમસ્યાઓનું સમાધાન કરવા માટે જનસભાથી વિધાનસભા સુધીની લડાઈ લડવાની કટિબધ્ધતા વ્યકત કરી છે. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકાર અને વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સંયુકત પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે, જંગી બહુમતિના ગુમાનમાં રાચતી ડબલ એન્જિનની સરકાર ઉત્સવો, મહોત્સવો, રાજકીય એજન્ડામાં વ્યસ્ત અને ભ્રષ્ટાચારમાં મસ્ત સરકાર અને તંત્ર પાસે ગુજરાતની સામાન્ય જનતાના પ્રશ્નો-સમસ્યાઓ, ફરિયાદોને સાંભળવાનો સમય નથી ન તો ઈચ્છા છે વગદાર લોકોની, વગદારો માટે કામ કરતી સરકારમાં સામાન્ય ગુજરાતીનું કોઈ સાંભળવા વાળુ નથી ત્યારે એક રચનાત્મક વિપક્ષ તરીકે વિધાનસભા કોંગ્રેસ પક્ષ અને પ્રદેશ કોંગ્રેસ સામાન્ય ગુજરાતીના પ્રશ્નો, સમસ્યા, રજૂઆતો, ફરિયાદો, સૂચનો, અવાજ બુલંદ કરવા અને મંચ આપવા જનમંચ નામના કાર્યક્રમ થકી શરૂ કરવા જઈ રહી છે. સામાન્ય ગુજરાતી જે ટેકસ ભરે છે, મત આપે છે સામે સુવિધા, વિકાસ, ન્યાય મેળવવો તેનો અધિકાર છે.

Congress back on the field: Taluk-taluk 'Janamanch' program since Gujarat foundation day

એક એક ગુજરાતી જનમંચ ઉપર આવી પોતાની વાત-ફરિયાદ, સમસ્યાઓ અને સૂચનો રજૂ કરી શકશે અને તેને બુલંદ અવાજે ‘જનસભાથી વિધાનસભા સુધી’ પહોંચાડીને લડાઈ લડશે. કોંગી નેતાઓએ જનમંચ કાર્યક્રમ દ્વારા યુવાનોને વર્તમાન સમસ્યાઓ જેવી કે યુવાનોને મોંઘુ શિક્ષણ લીધા પછી નોકરી મળતી નથી. ફિકસ પગાર-કોન્ટ્રાકટ આઉટ સોર્સિંગમાં યુવાનોનું શોષણ થઈ રહ્યું છે. સરકારી ભરતીમાં પેપર ફૂટે છે સહિતના પ્રશ્નો ઉજાગર કરવા આહવાન કર્યું છે

Advertisement
error: Content is protected !!