Connect with us

Sihor

સિહોર સાથે જિલ્લાના પરીક્ષા પૂરી થયાનો હાશકારો ; પોલીસનું રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ

Published

on

Congratulations on the completion of district exams with Sihore; Round the clock police patrolling

પવાર

ડીવાયએસપી મિહિર બારિયા, મામલતદાર જોગસિંહ દરબારની સતત નિગરાનીમાં પરીક્ષા યોજાઈ, ઉચ્ચ અધિકારીઓની હાજરી તેમજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તલાટીની પરીક્ષા પૂર્ણ, વિદ્યાર્થીઓએ કહ્યું- સરકાર જે રીતે પરીક્ષા વહેલી લીધી તે રીતે પરિણામ પણ વહેલું આપે

સિહોર સાથે જિલ્લા અને રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે પરીક્ષા પૂરી થયાનો હાશકારો થયો છે. સિહોર ખાતે પાલીતાણા ડીવાયએસપી મિહિર બારિયા, તેમજ સિહોર મામલતદાર જોગસિંહ એન દરબાર, પીઆઇ ભરવાડના માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ વચ્ચે પરીક્ષા શાંતિપૂર્વક પુરી થતા તંત્રએ રાહતએ શ્વાસ લીધો હતો લાંબા સમય બાદ વિદ્યાર્થીઓને આતુરતાનો અંત આવ્યો હતો.

આઇપીએસ હસમુખ પટેલના નેતૃત્વમાં લેવાનારી તલાટી મંત્રી ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પુરી થયાની વિદ્યાર્થીઓને ખુશી છે. ત્યારે પરીક્ષા પૂર્ણ થયા બાદ ઘણા વિદ્યાર્થીઓએ સહેલું તો ઘણા વિદ્યાર્થીઓએ અઘરું હોવાનું જણાવ્યું હતું . આમ જોતા તલાટી મંત્રી નું પેપર સમયાંતરે લાંબુ હતું અને પ્રશ્નો ઘણા ગુંચવણ ભર્યા હતા. જેને લીધે જવાબો લખતા સમય ઘટે, પરંતુ પેપર સહેલું હતું..બહારગામથી પરીક્ષા આપવા આવેલ એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે આ વખતે તલાટી મંત્રી નું પેપર ખૂબ જ સરસ હતું અને હસમુખ પટેલના નેતૃત્વમાં યોજાનારી આ તલાટી મંત્રીની પરીક્ષામાં વ્યવસ્થા પણ ખૂબ સારી કરવામાં આવી હતી .

પેપર લાંબુ હોવાથી પૂરા જવાબ આપી શક્યા નથી અને સમય ઘટ્યો હતો. પરીક્ષા કેન્દ્ર પર પોલીસ વ્યવસ્થા પણ સારી હતી વધુ એક જણાવ્યું હતું કે આજની તલાટી મંત્રીની પરીક્ષા ખૂબ શાંતિપૂર્ણ રીતે પૂરી કરવામાં આવી છે. ઘણા સમયથી પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ જે રાહ જોઈ રહ્યા હતા તેઓએ આજે સિહોરમાં પરીક્ષા આપી હતી

Advertisement
error: Content is protected !!