Sihor
શંખનાદના અહેવાલની તંત્ર પર અસર ; સિહોરના જાંબાળા ગામેં PGVCL ફ્યુઝની ખુલ્લી પડેલી પેટી બદલી નવી પેટી નાખી; ઘોર નિંદ્રામાં ઊંઘેલું તંત્ર સફાળુ જાગી કામગીરી હાથધરી

પવાર
સિહોરના જાંબાળા ગામે જાહેર રોડ પર PGVCL ફ્યુઝની ખુલ્લી પેટી હતી. જે ઘાતક સાબિત થતી હતી. જે અંગે કોંગ્રેસ આગેવાન અને જાંબાળા ગામના અગ્રણી અશોક મામસીએ રજુઆત કરતા શંખનાદમાં સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા. જેની અસરથી તંત્રને કામગીરી કરવાની ફરજ પડી હતી. સમાચારના અહેવાલથી આખરે ઘોર નિંદ્રામાં સૂતેલું તંત્ર જાગ્યું અને તાત્કાલીક કામગીરીની કરવાની ફરજ પડી હતી.
સમાચારના અહેવાલ આવ્યા બાદ તંત્ર કામગીરી કરે, પરંતુ તંત્ર એ પોતે પોતાના જવાબદાર અધિકારીઓએ નિષ્ઠાપૂર્વક પોતાની કામગીરી કરવી જોઈએ. પરંતુ આવું કોઈ સમજતું નથી. આ ખુલ્લા ફ્યુઝની પેટી કાઢીને તંત્ર ત્યાં નવી પેટીને ફીટ કરી સંપૂર્ણ કામગીરી કરી હતી. રોડ ઉપરથી પસાર થતા લોકોએ આ કામગીરીને જોઈ અને હાશકારો લીધો હતો. કારણ કે ચોમાસાની ઋતુમાં અકસ્માત સો ટકા થવાની શક્યતા હતી.