Sihor
શંખનાદ ઈંપેક્ટ ; સિહોરના માર્ગો પર ખાડાઓ બુરવાનું કામ શરૂ ; નગરપાલિકાએ કામગીરી હાથ ધરી

પવાર
- શંખનાદના અહેવાલો બાદ મામલતદાર જોગસિંહ દરબારે તંત્રને આદેશ કર્યા, રૂબરૂ હાઇવે પર સ્થળ મુલાકાત કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું
સિહોરના મુખ્ય ધોરી માર્ગ પર ઠેર ઠેર મોતના ખાડાઓના કારણે રાહદારી અને વાહન ચાલકોમાં ભારે પરેશાની ભોગવી રહ્યા હતા, ગઈકાલે શંખનાદ સમાચારે અહેવાલ પ્રસિદ્ધ કરી તંત્રની આંખ ઉઘાડવાનું કાર્ય કર્યું છે. સતત ૨૪ કલાક ધમધમતા સિહોરના હાઇવે પર ખાડાઓની ભરમાર થઈ છે, રસ્તાઓના ખાડાને લઈ રાહદારી અને વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે
જેને લઈ ગઈકાલે શંખનાદે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો અને જેની નોંધ સિહોર મામલતદાર જોગસિંહ દરબારે લીધી હતી તંત્રને હાઇવે પરના ખાડાઓ બુરવા તત્કાલ સૂચનાઓ આપી હતી આજે નગરપાલિકા તંત્ર દ્વારા ખાડાઓ બુરવાની કામગીરી શરૂ કરી હતી. મામલતદાર જોગસિંહ દરબારે હાઇવે નિરીક્ષણ કરી તત્કાલ ખાડાઓ બુરવા સુચનાઓ આપી હતી