Gujarat
ગુરૂવારથી મોળાકત તથા શનિવારથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ: આરાધના

Devraj
અષાઢ સુદ અગિયારસ ને ગુરૂવાર તા.29.6ના દિવસ થી નાની બાળાઓના મોળાકત વ્રતનો પ્રારંભ થશે. આ વ્રતમાં નાની બાળાઓ પાંચ દિવસ મીઠા વગરનું ભોજન તથા ફરાળ લેશે. આ વ્રત નાની બાળાઓપાંચ વર્ષ સુધી રહે છે અને ત્યારબાદ વ્રતનું ઉજવણું કરે છે. વ્રત ઉજવવામાં પાંચ નાની બાળાઓને ભોજન કરાવી તેને શણગા2ની વસ્તુ ભેટમાં આપેછે. મોળાકત નું જાગરણ અષાઢ સુદ પૂનમ ને સોમવારે તા.3-7ના દિવસે રાત્રીના 12 વાગ્યા સુધી નું છે. જયા2ે જયા પાર્વતી વ્રતનો પ્રારંભ તા.1-7ને શનીવારે થશે. આ વ્રત કુંવારી બહેનો રહે છે.
ઘણી જગ્યાએ આ વ્રત પરણીત બહેનો પણ રહે છે. આ વ્રત પણ પાંચ દિવસ સુધી મોળુખાય અને રહેશે. આ વ્રત પણ પાંચ વર્ષ સુધી રહેવાનું હોય છે. ઘણા બહેનો લગ્ન થાય ત્યાં સુધી વ્રત રહે છે અને સાસરે જઈ અને વ્રતનું ઉજવણું કરે છે. વ્રત ઉજવવા માં પાંચ સુવાસીની બહેનોને જમાડી અને સૌભાગ્યની વસ્તુ આપવી. જયા પાર્વતી વ્રતનું જાગરણ તા.5-7ને બુધવારે છે. મોળા વ્રત અને જયા પાર્વતી વ્રત રહેવાથી ખાસ કરી ને આરોગ્ય સારૂં રહે છે.તથા મોળાકત રહેવા થી ભાગ્યોદય અને વિદ્યાબળની પ્રાપ્તિ થાય છે. પાર્વતી જયા રહેવાથી સાસરૂ અને પતિ સારો મળે છે.