Sihor
સિહોર સહિત સમગ્ર ગોહિલવાડમાં હર્ષોલ્લાસભેર રંગોત્સવ ધુળેટીની રંગારંગ ઉજવણી
Devraj
બુરા ન માનો હોલી હૈ
એકબીજાને રંગેથી રોળીને રંગપર્વની ઉજવણી કરાઇ, રંગોત્સવ ધૂળેટી પર્વની ચોમેર રોનક દેખાઈ, વિવિધ પર્યટન સ્થળોએ પણ માનવ મહેરામણ જોવા મળ્યો
આસુરી શકિત પર દૈવી શકિતના વિજયના મહા લોકપર્વ હોલિકાદહનની ઉજવણી કર્યા બાદ આબાલવૃધ્ધ સૌ કોઈના મનપસંદ રંગભીના પચરંગી ધૂળેટીના તહેવારની સિહોર સહિત ગોહિલવાડમાં ભારે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. સૌ કોઈ ગમતાનો ગુલાલ કરી મન મુકીને રંગે રમ્યા હતા. લોકપર્વ હોળીના બીજા દિવસે રંગોત્સવના ધૂળેટીના તહેવારની અગાઉની પરંપરા મુજબ રંગે-ચંગે ઉજવણી કરાઈ હતી.
બાળરાજાઓ માટે રંગ અને પીચકારી વગરની ધૂળેટીની ઉજવણી અસંભવ હોય તેઓ માટે વાલીઓની શહેરની બજારોમાં અંતિમ ઘડીએ ખરીદી નિકળતા વેપારીવર્ગ ખુશ જણાયો હતો. શેરીઓ મહોલ્લાઓમાં, સાર્વજનિક ગ્રાઉન્ડમાં તેમજ સર્કલો આસપાસ સવારથી જ બાળકો, કિશોરો અને યુવાનો તેમના સમવયસ્ક મિત્રોને રંગે રમવા માટે નિકળી પડયા હતા.જેમાં ખાસ કરીને નવવિવાહિત યુગલો તેમના ગૃપમાં રંગે રમતા નજરે પડયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં યુવાનોના ટોળેટોળાઓ તેમના ટુવ્હીલર્સમાં મિત્રો અને સ્વજનોને રંગે રમવા ઉમટી પડયા હતા. અને રંગપર્વ ઉજવાયુ હતુ.