Sihor
સિહોર ઉપર મેઘો ઓળઘોળ, મૂશળધાર 4 ઈંચ વરસાદ
પવાર – બુધેલીયા
નિચાણવાળા વિસ્તારો-રસ્તાઓ ઉપરથી વરસાદી પાણીની નદીઓ વહી, બજારોમાં દુકાનોના શટર વહેલા પડી ગયા, સુરકાના દરવાજા આસપાસ જળબંબાકાર જેવી સ્થિતિ, વરસાદમાં અનેક વાહનો ફસાયા, ચારે બાજુ પાણી પાણી જેવી સ્થિતિ
સિહોર ઉપર આ વર્ષે પણ મેઘરાજા ઓળઘોળ હોય તેમ આજે વધુ ચાર ઈંચ પાણી વરસાવી દીધું હતું. જેના કારણે નિચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર જાણે વરસાદી પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આજે જિલ્લાના ચાર થી તાલુકામાં વરસાદની હાજરી નોંધાઈ હતી. સિહોરમાં આજે આકાશમાં આવી ચડેલા વાદળો ધોધમાર વરસવાનું શરૂ થતાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેના કારણે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ચાર ઈંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો.
સિહોરની પર મેઘરાજાએ મહેર જારી રાખી સાંજે મુશળધાર અંદાજે ચાર ઈંચ વરસાદ વરસાવી દીધો હતો બપોર બાદ આવી ચડેલી મેઘસવારીએ ધોધમાર પાણી વરસાવ્યું હતું. આજે સવારથી જ વરસાદી માહોલ વચ્ચે સૂર્યનારાયણની વાદળો સાથે સંતાકૂકડી જોવા મળી હતી. બાદ સાંજ સમયે આસપાસ આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો મુશળધાર વરસી પડયા હતા. મેઘરાજાની પધરામણીથી શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. સાંજથી રાત્રિ સુધી વરસાદી માહોલ રહેતા બજારમાં દુકાનોના શટર વહેલા પાડી વેપારીઓ ઘરે નીકળી ગયા હતા.