Connect with us

Sihor

સિહોર સહિત જિલ્લામાં મેઘસવારી યથાવત : ગાજવીજ સાથે વધુ 1 થી 3 ઇંચ : ખેડુતો આનંદવિભોર

Published

on

clouds-continue-in-the-district-including-sihore-1-to-3-inches-more-with-thunder-farmers-rejoice

પવાર

જિલ્લામાં અષાઢી માહોલ જામ્યો, ભાવનગર શહેરમાં 2, ઉમરાળામાં 3, સિહોરમાં દોઢ, ગારીયાધારમાં 1 ઈંચ વરસાદ, અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા, વાવણી જોગ વરસાદથી ખેડૂતો ખુશ : આગોતરા વાવેતરને મોટો ફાયદો

નૈઋત્ય ચોમાસાના આગમન સાથે ભાવનગર સહિત જિલ્લાભરના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ અડધાથી ત્રણ ઈંચ વરસાદ વરસતા ખેડૂતોમાં હરખની હેલી ચડી છે. આગોતરા વાવેતર માથે વરસાદ વરસતા મોલાતોને ફાયદો થયો છે. વાવણી લાયક વરસાદ પડતાં સૌ કોઈ ખૂશીથી ઝુમી ઉઠયું છે. ભાવનગર શહેરમાં બે દિવસના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે.

clouds-continue-in-the-district-including-sihore-1-to-3-inches-more-with-thunder-farmers-rejoice

શહેરમાં આજે બપોરે ચાર વાગ્યાના અરસામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થતા શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભાવનગર જિલ્લામાં 6 વાગ્યા સુધીમાં વલ્લભીપુરમાં – 8 મિમી, ઉમરાળામાં – 77 મિમી, ભાવનગરમાં -47 મિમી, ઘોઘામાં – 16 મિમી, સિહોરમાં – 35 મિમી, ગારીયાધારમાં – 21 મિમી, પાલીતાણામાં – 14 મિમી, તળાજામાં – 0 મિમી, મહુવામાં – 0 મિમી તથા જેસરમાં – 0 મિમી વરસાદ વરસ્યો હતો, ભાવનગર 10 તાલુકા માંથી 7 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જયારે મહુવા, તળાજા અને જેસર તાલુકામાં વરસાદથી વંચિત રહ્યો હતો.

clouds-continue-in-the-district-including-sihore-1-to-3-inches-more-with-thunder-farmers-rejoice

ભાવનગર શહેરમાં ગાજવીજ સાથે વરસેલા વરસાદના કારણે શહેરના ઘોઘા સર્કલ, કુંભારવાડા, કાળાનાળા, ભાંગલીગેટ, દીવાનપરા સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા મનપાના પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પડી હતી. અડધા કલાકના સમયમાં જ વરસેલા ધોધમાર વરસાદના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં જોવા મળ્યા હતા. તો શેરીઓમાં પાણી ભરાતા બાળકો વરસાદી પાણીમાં ન્હાવાની મજા લેતા જોવા મળ્યા હતા.

Advertisement
error: Content is protected !!