Connect with us

Sihor

સિહોર શહેરમાં પાણી માટે વલખા મારતા નાગરિકો ; કાલે કોંગ્રેસ આક્રમક રજુઆત કરશે

Published

on

citizens-fighting-for-water-in-sihore-town-congress-will-make-an-aggressive-presentation-tomorrow

પવાર

12 વર્ષ પહેલા બનેલો ફિલ્ટર પ્લાન્ટ શરૂ થતો જ નથી ; આખા વર્ષનો પાણી વેરો ઉઘરાવતું ન.પા. તંત્ર પૂરા બે માસ પણ પાણી આપતું નથી : દુર્ગંધયુક્ત પાણી વિતરણથી લોકોના આરોગ્ય ઉપર ખતરો, રોગચાળો ફાટી નીકળવાની દહેશત ; લોકો પણ કોંગ્રેસ સાથે જોડાઈ ; જયદીપસિંહ

ઔદ્યોગિક દ્રષ્ટીએ હરણફાળ ભરતા સિહોર શહેરના નાગરિકો શાસકોના પાપે પીવાના શુધ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે. સિહોરની પ્રજાને અઠવાડિયે એક વખત પાણી આપવામાં આવે છે. તે પણ ડહોળું અને દુર્ગંધયુક્ત આવતું હોવાથી લોકોના આરોગ્ય ઉપર તેની વિપરીત અસર પડી રહી છે. પાણીના મામલે શાસકો અને ન.પા. તંત્રની આંખ ઉઘાડવા માટે આવતીકાલે વિપક્ષ કોંગ્રેસના આગેવાનો આક્રમક રજુઆત કરનાર છે, સિહોર શહેરની ૮૦ હજારની વસતીને સાત-આઠ દિવસે પાણીનું વિતરણ થાય છે. જે પાણી મળે છે, તે ફિલ્ટર વિનાનું હોવાથી ડહોળું અને દુર્ગંધયુક્ત હોય છે. જેના કારણે લોકો પીવા માટે તો ઠીક પણ નહાવા-ધોવા કે વાસણ ધોવા માટે પણ તેનો ઉપયોગ કરી શકતા નથી. સિહોર નગરપાલિકામાં ભાજપના શાસનને બે દાયકા થયા છે.

citizens-fighting-for-water-in-sihore-town-congress-will-make-an-aggressive-presentation-tomorrow

અહીં નાગરિકોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે ૧૨ વર્ષ પહેલા ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો. પરંતુ નબળી નેતાગીરી અને નપાણિયા તંત્રના પાપે આજદિન સુધી ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરવામાં જ આવ્યો નથી.ઉનાળાના દિવસોમાં સ્વાભાવિક જ પાણીની જરૂરિયાત વધી જતી હોય, આવા સમયમાં પણ લોકોને જીવન જીવવા માટે પ્રાથમિક જરૂરિયાત એવા પાણીના વિતરણમાં ધાંધિયા કરવામાં આવી રહ્યા હોય, જે મુદ્દાને લઈ આવતીકાલે કોંગ્રેસ રજુઆત કરનાર છે કોંગ્રેસના જયદીપસિંહ અને કિરણભાઈ ઘેલડા ભાજપ ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સિહોર ન.પા.ના સત્તાધિશોની અણઆવડતના પાપે પીવાના પાણીના એક બેડા માટે જ્યાં-ત્યાં ભટકવું પડે તે શરમજનક બાબત છે. ત્યારે શહેરના લોકો પણ કોંગ્રેસ પક્ષ સાથે જોડાય કોંગ્રેસ હમેશા પ્રજાનું હિત પ્રજાની મુશ્કેલીઓમાં ઉભો હશે

Advertisement
error: Content is protected !!