Connect with us

Bhavnagar

ભાવનગરમાં ૧૦૦ ફલોટ્‍સ સાથે જગન્‍નાથજી ભગવાનની રથયાત્રાનું પરિભ્રમણ

Published

on

Circulation of Rath Yatra of Lord Jagannathji with 100 floats in Bhavnagar

પવાર

શહેર અને જિલ્લાના ભાવિકો ભગવાન જગન્‍નાથજીની ભકિતમાં રંગાયા : પ્રસ્‍થાન સમયે બેન્‍ડ – બ્‍યુગલના નાદ : રાત્રે સંતોની સભા યોજાશે

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્‍યાતી ભવ્‍ય રથયાત્રા નો સવારે પ્રારંભ થયો હતો. રથયાત્રામાં વિવિધ ફલોટ એ આકર્ષણ જમાવ્‍યું છે. જેમ જેમ રથયાત્રા આગળ વધતી જાય છે તેમ લોકો ઉત્‍સાહભેર દર્શન કરવા ઉમટી રહ્યા છે. જય જય જગન્નાથ ના… ગગન ભેદી નારા સાથે ભાવેણુ ભગવાનના રંગે રંગાઈ ગયું છે.

Circulation of Rath Yatra of Lord Jagannathji with 100 floats in Bhavnagar

રથયાત્રાના સમગ્ર રોડ પર લોખંડી બંદોબસ્‍ત વચ્‍ચે રથયાત્રા તેના નિયત રૂટ ઉપર ફરી રહી છે. આજે અષાઢી બીજની ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નો ભાવનગર શહેરમાં લોખંડી પોલીસ બંદોબસ્‍ત હેઠળ સવારે પ્રારંભ થયો છે. જય જય જગન્નાથ, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી, ડાકોરમાં કોણ છે …વગેરે ગગન ભેદી નારા સાથે ભાવેણુ આજે ભગવાન જગન્નાથજીના રંગે રંગાઈ ગયું છે. રથયાત્રા રથયાત્રાના દર્શન કરવા લોકો ઉમટી પડ્યા હતા દેશની ત્રીજા નંબરની અને અમદાવાદ પછી રાજય ની બીજા નંબરની ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રા ભાવનગરમાં આજ રોજ સવારે ૮.૦૦ કલાકે ભગવાન શ્રી જગન્નાથજી, મોટાભાઈશ્રી બલરામજી અને બહેનશ્રી સુભદ્રાજીની મૂર્તિઓની શાષાોકત વિધિ કરી સ્‍થાપના પૂજા અર્ચન કરવામાં આવેલ અને સંતો, મહંતો, મહામંડલેશ્વરશ્રીઓ અને મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં ભાવનગરના નેક નામદાર મહારાજા શ્રી વિજયરાજસિંહજી તથા યુવરાજશ્રી જયવીરસિંહજીના હસ્‍તે સોનાના ઝાડુથી છેડાપોરોવિધિ તથા ‘પરિેવિધિ’ કરી દબદબાપૂર્વક રથયાત્રાને પ્રસ્‍થાન કરાવવામાં આવી હતી. ભાવનગરના લોકોમાં દર વર્ષ કરતા ભારે ઉત્‍સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.

લોકો ભગવાનના પાવન દર્શન કરવા માટે શ્રધ્‍ધાભેર રાહ જોઇ રહ્યા છે અને પોતાના વિસ્‍તારોને ધજા, પતાકા, રોશનીથી કંપનીઓ, વેપા૨ીઓ, સંસ્‍થાઓ દ્વારા સ્‍વાગત કમાનો લગાડવામાં આવી છે તથા ઠેરઠેર પ્રસાદ, સરબત, છાશ, ચણા તથા જુદી-જુદી પ્રસાદીની વ્‍યવસ્‍થાઓ કરવામાં આવી છે.

Advertisement
error: Content is protected !!