Sihor
ગૌચર જમીન મામલે સિહોરના ચોરવડલા ગામ સજ્જડ બંધ, શિક્ષણનો બહિષ્કાર, ગ્રામજનો હડતાલ પર ઉતર્યા
પવાર
ગૌચર જમીન મામલો પેચીદો બન્યો, ગઈકાલે હણોલ અને ચોરવડલા સીમમાં થયેલ જમીન માપણીનો વિવાદ વકર્યો, સમગ્ર મામલે ચોરવડલા ગામના લોકોમાં ભારે નારાજગી, ચોરવડલામાં પોલીસ છાવણીમાં ફેરવાયું, આમ આદમી પાર્ટીના નેતાઓ ચોરવડલા પોહચ્યા, મહિલાઓએ છાજિયા લીધા
સિહોરના ચોરવડલા ગામના ગ્રામજનોમાં ભારે નારાજગી પ્રવર્તી છે, ગઇકાલે હણોલ અને ચોરવડલા સીમમાં થયેલી ગૌચર જમીન માપણીના કારણે વિવાદ વકર્યો છે આજે ચોરવડલા ગામે સજ્જડ બંધ પાળીને વિરોધ નોંધાવ્યો છે અને સમસ્ત ગ્રામજનોએ હડતાલની શસ્ત્ર ઉગામિને શિક્ષણનો પણ બહિષ્કાર કર્યો છે જેને લઈ મામલો ભારે ગરમાયો છે.
અને ચોરવડલા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. ગઈકાલે વહીવટી તંત્ર દ્વારા હણોલ અને ચોરવડલા વચાળે સિમ વિસ્તારમાં આવેલ ગૌચર જમીનની માપણી કરવામાં આવી હતી આ ગૌચર જમીન મામલે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલે છે ગઈકાલે તંત્ર દ્વારા થયેલ માપણી બાદ આજે સિહોર ચોરવડલા ગામના ગ્રામજનો ભારે નારાજગી સાથે રોષે ભરાયા હતા અને ગામે સજ્જડ બંધ પાળીને પોતાનો આક્રોશ મીડિયા સામે ઠાલવ્યો છે.
બગૌચર જમીનની માપણીનો વિવાદ વકરતા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ચોરવડલા ગામ સજ્જડ બંધ પાળીને ગ્રામજનો ભૂખ હડતાળ પર બેસી શિક્ષણ કાર્યનો પણ બહિષ્કાર કર્યો હતો સમગ્ર મામલે પોલીસના ઘાડે-ધાડા ચોરવડલા ગામે ઉતારી દેવાયા છે અને ગૌચર ની થયેલી માપણી ને લઈ ભારે અસંતોષ ઉભો થતા ચોરવડલાના ગ્રામજનો ભારે રોષે ભરાયા છે ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ ચોરવડલા ગામે પોહચ્યા હતા અને ગ્રામજનોની વેદનાને સાંભળી હતી