Gujarat
ગૃહવિભાગમાં ચિપાયો બદલીનો ગંજીફો: 6 IPS અને 2 dyspની બદલીના આપ્યા આદેશ

કુવાડિયા
શંખનાદ સમાચારોમાં હંમેશા અગ્રેસર
સોમવારે શંખનાદે છાપેલો અહેવાલ અક્ષરા અક્ષર સાચો પડ્યો, 6 આઈ પી એસ અને 2 ડી વાય એસ પી અધિકારીઓને ગૃહ વિભાગે બદલીના આદેશ આપ્યા
રાજ્યમાં વધુ 6 IPS અધિકારીઓને બદલીના આદેશ અપાયા છે. આપને જણાવીએ કે, 6 આઈ પી એસની બદલી કરાઈ છે જ્યારે 2 ડીવાયએસપીની બદલી કરાઈ છે. રાજ્ય પોલીસ દળમાં ફરજો બજાવતા સીધી ભરતીના આઈ પી એસ અધિકારીઓની જાહેર હિતમાં ગૃહ વિભાગે બદલી કરી છે. બિશાખા જૈનને ગાંધીનગરથી મદદનીશ પોલીસ અધિક્ષક, લીમખેડા મોકલાયા છે જ્યારે રાઘન જૈનને મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે દ્વારકા મોકલાયા છે. નિધિ ઠાકુરની મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે કામરેજ ખાતે બદલી કરાઈ છે. કોરૂકોંડા સિદ્ધાર્થને મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે દાહોદ ખાતે મોકલવામાં આવ્યા છે.
ડીવાયએસપી વરુણ વસાવાને નાયબ પોલીસ અધિક્ષક તરીકે સ્ટેટ ટ્રાફિક બ્રાંચ, ગાંધીનગર ખાતે બદલી કરાઈ છે. જયવીરસિંહ એન ઝાલાની વિભાગીય પોલીસ અધિકારી જામનગર તરીકે બદલી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે સોમવારે શંખનાદે છાપેલ અહેવાલ અક્ષરા અક્ષર સાચો પડ્યો છે