Connect with us

Sihor

સિહોર તાલુકાના ઈશ્વરિયા પ્રાથમિક શાળાના બાળકોએ પર્યાવરણ રક્ષા માટે લીધા સંકલ્પ

Published

on

Children of Ishwaria Primary School of Sihore taluka took a pledge to protect the environment

પવાર

પેટ્રોલિયમ સંરક્ષણ સંશોધન સંઘ દ્વારા યોજાયેલ માર્ગદર્શક કાર્યક્રમ

વૈશ્વિક કક્ષાએ પ્રદૂષણની વધતી સમસ્યા સંદર્ભે ઈશ્વરિયા પ્રાથમિક શાળાના બાળકોએ પર્યાવરણ રક્ષા માટે સંકલ્પ લીધા છે. અહીંયા સરકારના પેટ્રોલિયમ સંરક્ષણ સંશોધન સંઘ દ્વારા માર્ગદર્શક કાર્યક્રમ યોજાયેલ. સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે પ્રાથમિક શાળામાં યોજાયેલ માર્ગદર્શક કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ સંરક્ષણ સંશોધન સંઘ દ્વારા નિષ્ણાત ઈજનેર શ્રી તુષારભાઈ પંચોળીના દૃશ્ય શ્રાવ્ય નિદર્શન સાથે પૃથ્વી પરના પ્રદૂષણ અંગે ચિતાર અપાયેલ. શાળામાં ચાલતા ‘ધરતી ના છોરું’ અભિયાન સંદર્ભે આ આયોજનમાં વૈશ્વિક કક્ષાએ પ્રદૂષણની વધતી સમસ્યા સંદર્ભે વ્યવહારમાં પ્રદૂષણ સામે જાગૃતિના પાઠ સમજાવાયેલ.

Children of Ishwaria Primary School of Sihore taluka took a pledge to protect the environment

અહી બાળકોએ પર્યાવરણ રક્ષા માટે સંકલ્પ લીધા છે.આચાર્ય શ્રી હસમુખભાઈ પટેલ, કેળવણી મંડળ પ્રમુખ શ્રી વીરશંગભાઈ સોલંકી તથા કાર્યકર્તા શ્રી મૂકેશકુમાર પંડિતની ઉપસ્થિતિ સાથે અહી વિદ્યાર્થીઓ રસ સાથે સામેલ થયા હતા. આ પ્રસંગે શિક્ષક શ્રી પ્રકાશભાઈ પંચાલે માર્ગદર્શક શ્રી તુષારભાઈ પંચોલીનો આભાર વ્યક્ત કર્યો હતો. ગામના વતની શિક્ષક શ્રી વિજયભાઈ મકવાણાએ પ્રાસંગિક વાત કરેલ. અહી યોજાયેલ માર્ગદર્શક કાર્યક્રમમાં સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના શ્રી કિરીટસિંહ ચૌહાણે ક્ષય બિમારી સામે દિવસ સંદર્ભે બાળકોને તબીબી માર્ગદર્શન આપ્યું હતું.

Advertisement
error: Content is protected !!