Bhavnagar
ગાંધીનગર ખાતે ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપ 2022માં ભાવનગરના બાળકો બાજી મારી
પવાર
વાડો કાઈ કરાટે ડો ફેડરેશન ઓફ ઈન્ડીયા દર વર્ષે કરાટેની તાલીમ લેતા વિદ્યાર્થીઓની આંતરિકશક્તિ વધારવા અને ડર ઉપર વિજય મેળવવા માટે અલગ અલગ સ્પર્ધાનું આયોજન કરે છે. તાજેતરમાં જગન્નાથ કલ્ચર એકેડેમી એન્ડ રિસર્ચ સેન્ટર, અડાલજ, ગાંધીનગર ખાતે ગુજરાત સ્ટેટ વાડો કાઈ કરાટે ચેમ્પિયનશિપ 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં કુલ 627 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમાંથી ભાવનગરના વિદ્યાર્થીઓ સેનસાઈ હિરલ એમ જોષી, સેનસાઈ આકાશ એમ જોષી અને યોગેશ જી રાઠોડ પાસે સ્પર્ધાત્મક તાલીમ મેળવી 05 ગોલ્ડ મેડલ, 08 સિલ્વર મેડલ અને 29 બ્રોન્ઝ મેડલ મેળવી ભાવનગરનું નામ રોશન કર્યું તે બદલ ખુબ ખુબ અભિનંદન. વાડો કાઈ કરાટે ભાવનગર જિલ્લાના વિદ્યાર્થીઓએ અલગ અલગ મેડલો મેળવી ભાવનગર નું નામ રોશન કર્યું તે બદલ ભાવનગર જિલ્લા નિયામક સેનસાઈ કમલ એચ. દવેએ વિજેતા થયેલ દરેક વિદ્યાર્થીઓ ને અભિનંદન પાઠવ્યા હતા.