Sihor
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસની શુભકામનાઓ પાઠવી સિહોર ભાજપ અગ્રણીઓ

પવાર
સિહોર આંગણવાડી ખાતે બાળકોને બિસ્કિટ, વેફર સહિત ચીજવસ્તુઓ વિતરણ કરી, સેવાકીય પ્રવૃત્તિ સાથે દાદાનો જન્મ દિવસ ઉજવાયો
શનિવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ હતો. મુદુ અને સરળસ્વભાવના અને પારદર્શી મુખ્યમંત્રી તરીકે પોતાની છાપ છોડી છે. ભુપેન્દ્રપટેલ અનેક પ્રગતિ અને વિકાસ લક્ષી નિર્ણયો લેવામાં આવ્યા હતા. ત્યારે તેમના જન્મદિને ભાજપ અગ્રણીઓ સામાજીક સંસ્થાઓ, ધાર્મિક આગેવાનો ખુબ ખુબ શુભકામનોઆ પાઠવી રહ્યા હતા. ત્યારે સિહોર શહેર યુવા ભાજપ દ્વારા આજે સિહોર ના વોર્ડ નં 9 આવેલ આંગણવાડી ના બાળકો ને વેફર અને બિસ્કિટ નું વિતરણ કરી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના જન્મદિવસ ઉજવણી કરવામા આવી..જેમાં રાકેશભાઈ શેલાણા, શંકરમલ કોકરા, રૂપેશ રોજીયા, દિનેશ ચૌહાણ, હેડલી શાહ તેમજ યુવા મોરચા ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
પાલીતાણાના પ્રભારી અને ભાજપના વરિષ્ઠ આગેવાન રાકેશભાઈ છેલાણાએ આજે રાજયના મુદુ, મકકમ અને પારદર્શી સરકારના પ્રણેતા લોકલાડીલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ ની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સફળ શાસનમાં નિર્મળતા અને નિર્ણાયકતા એકમેકના પર્યાય બની ગયા છે. ત્યારે સરળ અને નીખાલસ મુખ્યમંત્રીની ઓળખ ધરાવતા ભુપેન્દ્રભાઈ પટેલ ખરા અર્થમાં એક સાહસિક સેવક અને સરળ સ્વભાવ થી ગુજરાતની ધુરા સંભાળી રહયા છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ભાજપા સરકાર દ્વારા સર્વસ્પર્શી અને સર્વવ્યાપી નિર્ણયો કરી ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે અનેકવિધ ફેરફારો કર્યા છે ત્યારે આવનારા સમયમાં ખેડુત, વેપારીઓ, ઉદ્યોગકારો અને યુવાનોને રોજગારીની તકો આપવાની જે પહેલ કરી છે તેનાથી આવનારા સમયનું ગુજરાત સમૃધ્ધ બનશે.
સિહોર શહેર ભાજપ પ્રમુખ ડી સી રાણાએ આજે તા.15/7ના રોજ રાજયના મુદ્દે, મકકમ અને પારદર્શી સરકારના પ્રણેતા લોકલાડીલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ છે ત્યારે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ રાજયમાં સુશાસન ઘ્વારા પ્રજામાં લોકચાહના મેળવી છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વિકાસની કેડી કાંડરેલ તેને સફળતાપૂર્વક આગળ વધારી રહયા છે અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત આજે વિકાસના નવા સીમાચિન્હો સર કરી રહયું છે.