Sihor
સિહોરના વળાવડ નજીક આવેલ શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી
પવાર
આજરોજ આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ છે તેની ઉજવણી સિહોરની શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય , સેન્ટ મેરી હાઇસ્કુલ સ્કુલ, અનુદાનીત નિવાસી પ્રા.શાળા સંયુક્ત ઉપક્રમે ઉજવણી કરવામાં આવી. સૌપ્રથમ શુભ શરૂઆત પ્રાર્થના ,ત્યાર બાદ યોગ વિષય ધોરણ 10 નો વિદ્યાર્થી ઠાપા મિત અને ધોરણ 9 ની વિદ્યાર્થી ની કિંજલબેન એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિષય સુંદર સમજ આપી હતી.
આચાર્યશ્રી ફાધર વિનોદ એ પણ યોગ વિશે માહિતી આપી હતી. ત્યારબાદ યોગાસનો કરવામાં આવ્યા . સર્વ વિદ્યાર્થીઓએ સુંદર આસનો કર્યા હતા. અને દરરોજ નિયમિત યોગાસનો કરવાની પ્રેરણા મેળવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્યશ્રી ફાધર વિનોદના માર્ગદર્શન હેઠળ સર્વ સ્ટાફ ગણે મહેનત કરી સફળ બનાવ્યો હતો.