Bhavnagar
વીર માંધાતા સંગઠનના જિલ્લા અધ્યક્ષ રાજુભાઇ સોલંકીના જન્મદિવસ ની સામાજિક કાર્યો સાથે ઉજવણી
પવાર
અનેક સેવાકીય પ્રવૃતિઓ દ્વારા લોકોની સાથે જન્મદિવસ ઉજવ્યો
ભાવનગર વીર માંધાતા સંગઠનના ભાવનગર જિલ્લાના અધ્યક્ષ રાજુભાઇ સોલંકીના આજે જન્મદિવસના ભાગરૂપે સામજિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. જેમાં અનાથ વિદ્યાર્થીઓને સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સાથે જ નિરાધાર અને વિધવા બહેનો ને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે રાજુભાઇ માંધાતા કોળી સમાજના આગેવાનના જન્મદિવસ ની ઉજવણી ની અનોખી સેવાકીય પવૃત્તિઓ કરી ગરીબ લોકો સાથે પોતાના જન્મદિવસ ની ઉજવણી કરી હતી.
આ ઉજવણી માં વન્દ્રાવન આશ્રમના ઇશ્વરપુરી માતાજી તેમજ સાધુ સંતો એ આશીર્વાદ આપ્યા હતા. સાથે જ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જન્મદિવસ ની શુભેચ્છાઓ પાઠવી હતી.