Sihor
જન સંપર્કથી લઇ જન સમર્થનના સૂત્ર સાથે ભાજપ સરકારના 9 વર્ષની ઉજવણી ; સિહોર ખાતે ભાજપ દ્વારા સંપર્ક ટુ સમર્થન કાર્યક્રમ

પવાર
વડાપ્રધાન મોદીની સરકારને 9 વર્ષ પુર્ણ થતાં ભાજપ દ્વારા એક મહિના માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવનાર છે. જેમાં ઘર ઘર સંપર્કનું આયોજન કરાયું છે. જેની શરૂઆત મે મહિનાના અંતથી શરૂ કરી દેવામાં આવી છે.
અને આ કાર્યક્રમો આગામી જુન મહિનાના અંત સુધી ચાલશે. ભાજપના પદાધિકારીઓ સોંપવામાં આવેલા વિસ્તારમાં જઈ પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે આગામી 2024 લોકસભાની ચુંટણીની તૈયારીઓ પણ આ કાર્યક્રમો થકી શરૂ કરી દેવાશે.
તો નાગરીકોનો સંપર્ક કરી અનેક સ્થળની મુલાકાતની સાથે સંમેલનોનું આયોજન કરાયું છે. 29 મેથી 29 જુન સુધી કાર્યક્રમો કરવા માટે પ્રદેશ અને જિલ્લા ભાજપ દ્વારા સુચનો કરાયા છે. ત્યારે સિહોર શહેર ભાજપ દ્વારા ગૌતમેશ્વર મહાદેવ મંદિર, મોંઘીબાની જગ્યા જીણારામ બાપુ, મુક્તેશ્વર મહાદેવ, નાનુ બાપુ આશ્રમ, સિહોર તાલુકા નિવૃત્ત કર્મચારી સંઘ મુલાકાત લીધી હતી.
કાર્યક્રમ વેળાએ ભાવનગર જિલ્લા પૂર્વ મહામંત્રી દિલીપભાઈ સેટા, સિહોર શહેર ભાજપ પ્રમુખ ડીસી રાણા, શહેર મહામંત્રી ઘનશ્યામભાઈ પરમાર, નિલેશભાઈ જાની, શહેર ઉપપ્રમુખ હરદેવસિંહ વાળા, શહેર યુવા ભાજપ પ્રમુખ રૂપેશભાઈ રોજીયા, અશ્વિનભાઈ બુઢંપરા, શ્રેણીકભાઈ શાહ, શંકરમલ કોકરા વગેરે હાજર રહ્યા હતા.