Connect with us

Sihor

સિહોરના ઉસરડ ગામે બનેલા કોઝવે નું ધોવાળ, લોકો કેડ સમા પાણીમાંથી પસાર થવા મજબુર

Published

on

causeway-washed-away-at-usrad-village-in-sihore-people-forced-to-wade-through-water

બ્રિજેશ ગૌસ્વામી

  • જુઓ તસવીરો – વિકાસ કે વિનાશ.?
  • તંત્ર બને અધિકારી આંખ ઉઘાડે, લોકોને પરેશાનીનો પાર નથી, ત્રણ લાખના ખર્ચે બનેલા કોઝવે ધોવાઈ જતા હેરાનગતિ, ગ્રામજનો પાણીમાંથી પસાર થવા મજબુર, ઉસરડ ગામના કોઝવે પર ગૌતમી નદીના પાણી વહેતાં લોકોને મુશ્કેલી
  • કોઝવેની કામગીરી સત્વરે શરૂ કરાય તેવી ગ્રામજનો દ્વારા માગણી કરવામાં આવી, વગર વરસાદે આજે પણ કોઝવે પર ઘૂંટણસમા પાણી વહી રહ્યા છે

causeway-washed-away-at-usrad-village-in-sihore-people-forced-to-wade-through-water

સિહોર તાલુકાના ઉસરડ ગામનો કોઝવે આશરે 4 ગામના લોકો ઉપયોગ કરે છે, ભારે વરસાદ અને ગૌતમી નદીમાં આવેલ પુરના કારણે કોઝવેનું ધોવાણ થતા લોકોને હાડમારી ભોગવવાનો વારો આવ્યો છે. સિહોરથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલા ઉસરડ ગામની હાલત ઘણી ધોરી વગરની હોય તેવી થઈ ગઈ છે

causeway-washed-away-at-usrad-village-in-sihore-people-forced-to-wade-through-water

ગામ વચ્ચે બનેલા કોઝવેનું કામ અડધું કરી તંત્રએ પોતાનું પોષ પ્રકાશી આબરૂના ધજાગરા કર્યા છે, સિહોરની જીવાદોરી સમાન ગૌતમી નદી ઓવરફ્લો થતા તે પાણી ઉસરડ ગામ સુધી પસાર થાય છે જેના કારણે આજુબાજુના 4 ગામોના લોકો ધસમસતા નદીના પ્રવાહની વચ્ચે પસાર થવા મજબૂર બન્યા છે. ઉસરડ ગામે ગ્રામ પંચાયતના ભંડોળમાંથી ત્રણ લાખના ખર્ચે કોઝવે બનાવવામાં આવ્યો છે.

causeway-washed-away-at-usrad-village-in-sihore-people-forced-to-wade-through-water

ગ્રામ પંચાયત પાસે વધુ ભંડોળ ન હોવાના કારણે કામ અધૂરૂ છોડી દેવાયું હતું. ગૌતમી નદીમાં પુર આવવાના કારણે કોઝવેનું ધોવાણ થયું છે, હાલના તબક્કે કેડ સમા પાણી ભર્યા છે. વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં મુશ્કેલી ઉપરાંત વાડી વિસ્તારમાં રહેતા લોકોને અવર-જવર માટે પાણીમાંથી પસાર થવું પડે છે ઉપરાંત વરસાદ થતાં ખેડૂતોના વાડીમાં જવા માટે ટ્રેક્ટર પણ ન ચાલી શકે પશુપાલકોને ઢોર ચારવા માટે મુશ્કેલી ત્યારે ગ્રામજનો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છતાં કોઈ ઉકેલ નહિ આવતો હોવાનો બળાપો લોકો કાઢી રહ્યા છે

Advertisement
error: Content is protected !!