Food
કોરોનામાં બંધ થયો બિઝનેસ! હવે ત્રણેય મિત્રો બુલેટ પર વેચે છે મોમોસ
ગુજરાતીઓનો ખાણી પીણીનો શોખ જગજાહેર છે. ફાસ્ટ ફૂડ હોય કે પછી વિવિધ જમવાની વાનગીઓમાં આવતી વેરાઈટી ગુજરાતીઓ તેને આરોગવામાં સૌથી આગળ હોય છે.વિવિધ પ્રકારના ફાસ્ટ ફૂડ ખાવાની ડિસોમાં જોવા જઈએ તો આજ-કાલ મોમોસ,ચાઈનીઝ,ન્યૂડલ્સ વગેરે સૌથી વધુ મનગતીડિસોમાંની એક હોય છે.તેવામાં હવે અમદાવાદ માં સ્વાદિષ્ટ બૂલેટ મોમોસ પણ મળી રહ્યા છે જે અમદાવાદમાં રહેતા 3 મિત્રો દ્વારા શરૂ કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં બૂલેટ મોમોસની શરૂઆત ત્રણ મિત્રોઆકાશ બ્રહ્માણી,નિતેશ સિંઘ, અને અનુરાગ સેંગરે સાથે મળીને કરી છે.તેઓના હાલ અમદાવાદમાં4 આઉટલેટ્સ આવેલા છે.જેમાંસિંધુ ભવન રોડ, IIM રોડ, HL કોલેજ અનેમુમતપુરા રોડ પર તેઓ હાલ ફ્રેસ મોમોસ વેચી રહ્યા છે.આ મોમોસમાં 16 જેટલી વેરાયટી હાલ તેઓ કસ્ટમર્સ માટે ઉપલ્બઘ કરાવી રહ્યા છે.જેમાંવેગી, સોયા, ચીઝ કોર્ન, પનીર ચીઝ, સ્પાઈસી જેવી વેરાયટીઓનો સમાવેસ કર્યો છે.આ મોમોસમાં હાલ કસ્મટમર્સપનીર ચીઝ, સ્પાઈસીની વધુ ડિમાન્ડ કરે છે.જે હાલ 100થી170 રૂપિયાની ડિસ પ્રમાણે તેઓ સર્વ કરે છે.
મોમોસ એ લોટ અને સ્વાદિષ્ટ સ્ટફિંગથી બનેલા ડમ્પલિંગ હોય છે. આને સ્ટફિંગ શાકભાજી, સી ફૂડ, ચિકન અથવા પનીર સાથે બનાવી શકાય છે. મોમોસને બાફીને, બેક કરીને અથવા ડીપ ફ્રાય કરીને રાંધી શકાય છે. આ વેજ મોમોસમાં કોબી, ગાજર, ફ્રેન્ચ બીન્સ, કેપ્સિકમ અને ડુંગળીનું મિશ્રણ હોય છે. ડમ્પલિંગ માટેનો કણક ઘઉંના લોટથી બનાવવામાં આવે છે. મોમોસને કોઈ પણ મસાલેદાર અથવા ગરમ ચટણી સાથે સર્વ કરી શકાય છે.
કોરોના માહામારી અગાઉ આ ત્રણ મિત્રો જૂદી જૂદી ફિલ્ડમાં કામ કરી રહ્યા હતા.પરંતું કોરોના મહામારીના કારણે તેઓને ભારે મુસ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.જેમાં આકાશ બ્રહ્માણીએ B.Sc. ઈન ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કર્યું છે. તેઓ પહેલા બંબુજા રેસ્ટોરેન્ટ ચલાવતા હતા. જ્યારે નિતેશ સિંઘેB.Com. કર્યું છે. તેઓ પહેલા કેફે (Cafe) ચલાવતા હતા. તથા અનુરાગ સેંગર એક એન્જિનિયર છે. તેમણે ઈલેક્ટ્રિક એન્ડ કમ્યુનિકેશનમાં અભ્યાસ કર્યો છે. તેઓ ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરી રહ્યા હતા. પરંતુ કોરોના જેવી મહામારીમાં તેમના જૂના બિઝનેસ બંધ કરવા પડ્યા હતા.