Sihor
સિહોર પાસે મહાદેવપરામાં કરાયું આડબંધ ખાતમુહૂર્ત
કુવાડિયા
ભાવનગર સિંચાઈ વિભાગ અંતર્ગત પિડીલાઈટ જળસંગ્રહ અભિયાન લોકભારતી સણોસરાના સંકલન સાથે સિહોર પાસે મહાદેવપરામાં આડબંધનું કાર્ય શરૂ કરાયું છે.
આ આડબંધનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે સિંચાઈ વિભાગના શ્રી રવિભાઈ કણઝરિયા, પિડીલાઈટ સંસ્થાના શ્રી મનસુખભાઈ વિરુગામા, લોકભારતી ગ્રામવિદ્યાપીઠના શ્રી નીતિનભાઈ ભિંગરાડિયા અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં થયું હતું.