Connect with us

Sihor

સિહોરના વોર્ડ 5માં પ્રાથમિક સુવિધાનો કાળો કકળાટ, સ્થાનિકોએ કહ્યું અમે મુસ્લિમ છીએ એ ગુન્હો છે અમારો

Published

on

black-hole-of-primary-facility-in-ward-5-of-sihore-locals-said-we-are-muslims-it-is-our-crime

પવાર

કચરા, ગંદકી, સફાઈનો અભાવ, પાણીની સમસ્યા, રોડ તૂટેલા ફૂટેલા, ચારે બાજુ ગારો અને કીચડ, નર્ગાકાર જેવી સ્થિતિ, રહેણાંકી વિસ્તાર નહીં પણ પશુવાડો હોઈ તેનાથી પણ બદતર હાલત, સ્થાનિકો કેમેરાની આંખ સામે કહ્યું અમે મુસ્લિમ છીએ એ વાંક છે અમારો

સિહોર નગરપાલિકા વોર્ડ 5 માધવનગર, ખલીફા સોસાયટી સહિત આજુબાજુના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાને સ્થિતિ ખૂબ એટલે ખૂબ ખરાબ છે, અહીં કચરા, ગંદકી, સફાઈનો અભાવ, પાણીની સમસ્યા, રોડ તૂટેલા ફૂટેલા, ચારે બાજુ ગારો અને કીચડ, નર્ગાકાર જેવી સ્થિતિનું નિર્માણ છે છતાં અધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિ આંખે પાટા બાંધીને તમાશો જુએ છે.

black-hole-of-primary-facility-in-ward-5-of-sihore-locals-said-we-are-muslims-it-is-our-crime

આજે સ્થાનિક લોકો એ કંટાળી એકઠા થઇ કેમેંરાની આંખ સામે પોતાના વિસ્તારની દુર્દશા હૈયા માંથી વલાણો ઠાલવી હતી. મહિલાઓએ તો ત્યાં સુધી કહ્યું કે અમે મુસ્લિમ છીએ એ ગુન્હો છે અમારો. આ તમામ સમસ્યાની રજુઆતો અગાઉ અનેકો વખત થઈ ચૂકી છે. છતાં કોઈ નિરાકરણ આવતું નથી જેનું એક માત્ર કારણ ઓરમાયું વર્તન અને ઇચ્છા શક્તિનો અભાવ.

black-hole-of-primary-facility-in-ward-5-of-sihore-locals-said-we-are-muslims-it-is-our-crime

આ વિસ્તારોમાં એટલી હદે સ્થિતિ ખરાબ છે કે અહીં માણસ નહિ ઢોરનો રહેણાંક વિસ્તાર હોય, નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ દિપસંગભાઈ રાઠોડ દ્વારા પણ આ પ્રશ્ને ચીફ ઓફિસર તેમજ સ્વાગત ફરિયાદ માં રજૂઆત કરવામાં આવેલ પરંતુ કોઈ આજ સુધી કાર્યવાહી થઈ નથી. સ્થાનિક રહેવાસીઓ આગેવાનો એ જણાવેલ કે આ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન કેમ? આ રહીશોની પીડા ઘણું કહી જાય છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!