Gujarat
ભાજપના બીજ સ્વરૂપ જનસંઘના પાયાના પથ્થર પં. દીનદયાળ ઉપાધ્યાયની 55મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પતા ધવલ દવે
કુવાડિયા
ભારતીય જનતા પાર્ટીના પાયામાં જેમનું દર્શન રહેલું છે તેવા યુગપુરુષ અને રાષ્ટ્રભક્ત પં. દીનદયાળ ઉપાધ્યાયના. એકાત્મ માનવદર્શનનો મંત્ર આપતા આ રાષ્ટ્ર ચિંતક ભારતીય જનસંઘ પક્ષના પાયાના પારસમણિ હતા. આ પક્ષનું નવું સ્વરૂપ એટલે ભારતીય જનતા પાર્ટી. તેઓ કહેતા કે ભારતીય જનસંઘ-ભારતીય જનતા પક્ષ એ ફક્ત દેશનું જ નહીં વિશ્વનું સૌથી મોટું સેવા સંગઠન બની રહેશે અને દેશના જ નહીં પરંતુ વિશ્વના પ્રાણ પ્રશ્નોનો ઉકેલ પણ આ રાષ્ટ્રવાદી વિચારધારા વાળું સમાજસેવી સંગઠન જ કરશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વારાણસીમાં પંડિતની સ્મૃતિમાં દેશના સૌથી મોટા રેલવે જંક્શન ખાતે ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી તે સમયે વડાપ્રધાને કહેલું કે, પં. દીનદયાળજી કહેતા હતા કે, આત્મનિર્ભરતા અને સ્વયં સહાયતા એ બધી જ યોજનાઓમાં કેન્દ્રસ્થાને હોવા જોઈએ આજે રેલવેના ડબ્બાઓથી લઈને મોબાઈલ ફોન તથા સેના માટે આધુનિક અસ્ત્રશસ્ત્ર ભારતમાં બનવા લાગ્યા છે. 5.દીનદયાળ ઉપાધ્યાય એક મહાન ચિંતક અને વિચારક હતા અને એકાત્મ માનવવાદ એ રાષ્ટ્ર ને ઉપાધ્યાયજીની દેણગી છે. પંડિતજી એક ઉચ્ચ કોટીના વિચારક, પ્રતિભા સંપન્ન લેખક, કુશળ પત્રકાર, ઉત્તમ વક્તા, નીપુણ સંઘટક, નીતિમત રાજપુરુષ અને સફળ આંદોલનકારી હતા. ભારતીય અર્થશાસ્ત્ર અને ભારતીય રાજનીતિના તેઓ પારદર્શક પંડિત હતા. રાષ્ટ્રવાદ ના તેમના વિચારો આજે પણ યુવાનોને પ્રેરિત કરે છે. તેમણે જોયેલું સ્વપ્ન આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સાકાર થઈ રહ્યું છે. તેમ પંડીત દીનદયાળ ઉપાધ્યાયજી ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપતા ધવલ દવેએ જણાવ્યું છે.