Gujarat
ભાજપ સરકાર ઓ.બી.સી., એસ.ટી., એસ.સી.ના હિતો માટે હંમેશા સંવેદનશીલ છે : ધવલ દવે
Kuvadiya
ઓ.બી.સી.વર્ગને ૨૭ ટકા અનામત આપવાનો અભૂતપૂર્વ ક્રાંતિકારી નિર્ણય લેનાર પ્રજાવત્સલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અભિનંદનના અધિકારી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતળત્વમાં ડબલ એન્જીનવાળી સરકારે રાજ્યના ઓબીસી વર્ગ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૨૭્રુ બેઠક અનામત રાખવાનો પ્રજાલક્ષી નિર્ણય લઈને ઐતિહાસિક પગલું ભર્યું છે તેમ જણાવી ગુજરાત પ્રદેશ ભાજપના ધવલ દવે આ નિર્ણય બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને અભિનંદન પાઠવતા જણાવ્યું કે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકાર રાજ્યના ઓ.બી.સી./એસ.ટી. અને એસ.સી. વર્ગોના હિતો માટે હંમેશાથી સંવેદનશીલ છે .રાજ્યમાં શહેરી ઉપરાંત ગ્રામ્ય સ્તરે સર્વસમાવેશક વિકાસ થાય તે દિશામાં રાજ્ય સરકારે હંમેશા પ્રયાસો હાથ ધર્યા છે.
કેન્દ્ર માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજયમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જીનવાળી સરકારે લીધેલ આ અસામાન્ય અસાધારણ નિર્ણય ગરીબ અને અન્ય પછાત વર્ગોના વિકાસ અને લોકકલ્યાણના અનેક નવા દ્વાર ખોલશે. દવેએ વધુમાં કહ્યું છે કે સમાજના દરેક વર્ગને વિકાસની મુખ્યધારામાં જોડીને રાજ્યનો વિકાસ હાથ ધરાયો છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગોને બેઠકો તેમજ ચેરપર્સનની બેઠકોમાં અનામત ફાળવણી માટે સુ-મિ કોર્ટના દિશા-નિર્દેશ અનુસાર જસ્ટીસ ઝવેરી કમિશનની રચના કરવામાં આવી હતી. આ કમિશને પોતાનો અહેવાલ રાજ્ય સરકારને રજૂ કર્યો હતો. આ અહેવાલના અભ્યાસ માટે રાજ્ય સરકારે એક કેબિનેટ સબ કમિટિની રચના કરી હતી. આ કેબિનેટ સબ કમિટિના અહેવાલની ભલામણોનો રાજ્ય સરકારે જનહિતમાં સ્વીકાર કરી એક બહોળા વર્ગને લાભ આપ્યો છે. આ નિર્ણય પછી હવે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અન્ય પછાત વર્ગોને બેઠકો / હોદ્દા (પ્રમુખ,મેયર,સરપંચ) માટે ૨૭ટકા બેઠકો અનામત મળશે.