Sihor
14 જૂને સિહોર ખાતે ભાજપનું મહાસંમેલન યોજાશે ; 50 હજાર લોકો હાજર રહેશેનો દાવો

કુવાડિયા
મોદી સરકારના 9 વર્ષની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત યોજાય બેઠક, શહેર જિલ્લો અને બોટાદના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત, આગામી 14 જુનના રોજ સિહોર ખાતે 50000 ની જંગી જનમેદની વચ્ચે યોજાશે મહાસંમેલન, યુપી સરકારના કેબિનેટ મંત્રી સહિતના અનેક લોકો આ સંમેલનમાં રહેશે ઉપસ્થિત.
દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનના 9 વર્ષ જેને “નવ સાલ બેમિસાલ” ના સ્લોગન સાથે તેની ભવ્ય ઉજવણી ભાજપ દ્વારા દેશભરમાં કરવામાં આવી રહી છે. આ વર્ષોમાં વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ દેશે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી.આ 9 વર્ષના સુશાસનની 1 માસ સુધી વિવિધ કાર્યક્રમો થકી ભવ્ય ઉજવણી ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે.ત્યારે આજે ભાવનગર સર્કિટ હાઉસ ખાતે ભાવનગર લોકસભા એટલે કે ભાવનગર શહેર,જિલ્લો અને બોટાદ જિલ્લાના ભાજપના હોદ્દેદારોની એક બેઠક ભાવનગર સર્કિટ હાઉસ ખાતે યોજાય હતી.
જેમાં ભાવનગર શહેર,જિલ્લા પ્રમુખ,સંગઠનના મહામંત્રી,બોટાદ જિલ્લાના હોદ્દેદારો સહિતના પુરુષ અને મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જેમાં આગામી 14 જુનના રોજ સિહોર ખાતે ભાવનગર લોકસભા બેઠકનું એક મહાસંમેલન યોજાનાર છે.તેની તૈયારીઓ અંગે યોજાયેલી બેઠકમાં આગામી લોકસભા ચૂંટણીઓ અંગેની તૈયારીઓ અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી અને ફરી એકવાર રાજ્યની 26 બેઠકો ભાજપના ફાળે જાય તે દિશામાં અત્યારથી જ કામે લાગી જવા તાકીદ કરવામાં આવી હતી.સિહોર ખાતે યોજાનાર મહાસંમેલન ભાવનગર વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્યો ઉપરાંત યુપીના કેબિનેટ મંત્રી પણ ઉપસ્થિત રહેશે.નવ સાલ બેમિસાલના નારા સાથે ભાજપના કાર્યકરોને આ મહાસંમેલનની તૈયારીમાં લાગી જઇ પ્રદેશમાંથી આપવામાં આવેલી 50000 ની જનમેદની સાથે આ મહાસંમેલન યોજાશે તેમ જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું હતું.