Politics
ભાજપ એ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી,10 ઉમેદવારોના નામ સામેલ
કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ક્રમમાં ભારતીય જનતા પાર્ટીએ સોમવારે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 10 ઉમેદવારોના નામ સામેલ છે. જણાવી દઈએ કે અગાઉ ભાજપે પ્રથમ યાદીમાં 189 અને બીજી યાદીમાં 23 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
કયો ઉમેદવાર કઈ બેઠક પરથી ચૂંટણી લડે છે?
ભાજપે આ યાદીમાં ઘણા મોટા ચહેરાઓને સામેલ કર્યા છે, જેમાં પ્રદેશ મહાસચિવ મહેશ ટેંગિનકાઈ હુબલી-ધારવાડ સેન્ટ્રલથી ચૂંટણી મેદાનમાં છે. આ બેઠક પીઢ નેતા જગદીશ શેટ્ટર પાસે છે, જેઓ શાસક પક્ષ દ્વારા ટિકિટ નકારવામાં આવ્યા બાદ કોંગ્રેસમાં જોડાયા હતા.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023
આપને જણાવી દઈએ કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023ની કુલ 224 બેઠકોમાંથી ભાજપે અત્યાર સુધીમાં કુલ 222 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. હાલમાં બે બેઠકો માટેના ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. ચૂંટણી માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 20 એપ્રિલ છે.