Connect with us

Gujarat

‘બિપોરજોય’ વધુ તીવ્ર ચક્રવાતમાં ફેરવાયું : ગુજરાતમાં સરકાર ‘એલર્ટ’

Published

on

'Biporjoy' turns into more intense cyclone: Govt on 'alert' in Gujarat

કુવાડિયા

અરબી સમુદ્રનું વાવાઝોડુ શકિતશાળી બની રહ્યું છે

અરબી સમુદ્રમાં સર્જાયેલુ બિપોરજોય વાવાઝોડુ વધુ તીવ્ર ચક્રાવાતમાં પરિવર્તીત થયુ છે અને આવતા ચોવીસ કલાકમાં અત્યંત તીવ્ર ચક્રાવાતી તોફાનમાં ફેરવાવાની શકયતા છે. ઉતર દિશામાં આગળ વધતુ હોવા છતાં હવામાનખાતાની સતત વોચ છે. રાજય સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે અને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવવા સાથે ખાસ કન્ટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે. હવામાન ખાતાનાં રીપોર્ટ પ્રમાણે પૂર્વ મધ્ય તથા તેને લાગુ દક્ષિણ પૂર્વીય અરબી સમુદ્રમાં સર્જાયેલી લો-પ્રેસર સીસ્ટમ અત્યંત ઝડપથી વાવાઝોડામાં ફેરવાઈ ગઈ છે. એટલુ જ નહિં વાવાઝોડુ તીવ્ર શ્રેણીમાં છે અને આવતા 24 કલાકમાં અત્યંત તીવ્ર ચક્રાવાતી તોફાનમાં પરિવર્તીત થઈ જવાની સંભાવના છે.

Boks…

'Biporjoy' turns into more intense cyclone: Govt on 'alert' in Gujarat

રાજય સરકારે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી: ચોવીસ કલાકનો કન્ટ્રોલરૂમ કાર્યરત: તમામ પૂર્વ તૈયારી રાખવાનો વ્યુહ

Advertisement

ઉતર તરફ આગળ ધપી રહેલુ બિપોરજોય વાવાઝોડુ પોરબંદરથી 1110 કિલોમીટર દક્ષિણ પશ્ર્ચિમે ગોવાથી 900 કી.મી. પશ્ર્ચિમ દક્ષિણ પશ્ર્ચીમે મુંબઈથી 1030 કી.મી. દક્ષિણ પશ્ર્ચિમી અને કરાંચીથી 1410 કી.મી. દુર દક્ષિણ પર કેન્દ્રીત છે. વાવાઝોડાનાં પ્રભાવ હેઠળ પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં 80 થી 90 કીમી તથા પશ્ર્ચિમી મધ્ય અને દક્ષીણ પૂર્વીય અરબી સમુદ્રમાં 105 થી 115 કીમીની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. કર્ણાટક, ગોવા તથા મહારાષ્ટ્રનાં કાંઠાળ વિસ્તારોમાં આવતા ચાર દિવસ સુધી 40 થી 60 કીમીની ઝડપે પવન ફુંકાવાની શકયતા છે. બિપોરજોય વાવાઝોડૂ કયા ત્રાટકશે તેનું ચિત્ર સ્પષ્ટ થતા હજુ એકાદ-બે દિવસનો સમય લાગે તેમ હોવા છતાં સંભવીત ખતરા સામે આગમચેતીનાં પગલા શરૂ કરવામાં આવ્યા છે.

error: Content is protected !!