Ahmedabad
અમદાવાદમાં મોટી દુર્ઘટના : બિલ્ડીંગની લિફ્ટ તૂટી પડતા 7 શ્રમિકોના મોત, એક ઘાયલ
અમદાવાદમાં યુનિવર્સિટી નજીક ઘટી મોટી દુર્ઘટના, બિલ્ડીંગના બાંધકામ દરમ્યાન લિફ્ટ તૂટતા 7ના મોત, એક ઘાયલ, તમામ મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
અમદાવાદમાં એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યાં છે જેમાં 7 શ્રમિકોના મોત જ્યારે એક ઘાયલ. બિલ્ડીંગના બાંધકામ દરમ્યાન લિફ્ટ તૂટી પડતા શ્રમિકોના કમકમાટીભર્યા મોત થયા છે. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં નવી બિલ્ડીંગના બાંધકામ દરમ્યાન લિફ્ટ તૂટવાના અહેવાલ જાણવા મળી રહ્યાં છે.
આ દુર્ઘટનામાં સાઈટ પર કામ કરી રહેલા 7 શ્રમિકોના મોત અને એક ઘાયલ થતા ભારે હડકંપ મચી ગયો છે. એસ્પાયર – 2 નામની બિલ્ડિંગમાં બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમ્યાન લિફ્ટ તૂટી હતી. તમને વિગતે જણાવી દઇએ કે, આ દુર્ઘટના સવારના 9:30 વાગે ઘટી હતી. આ ઘટના એડોર કન્સ્ટ્રક્શન સાઈટની છે. કે જેમાં બિલ્ડિંગના બાંધકામ દરમ્યાન લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના મોત નિપજ્યાં છે. જ્યારે એક ઘાયલ છે. હાલમાં તમામ મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.