Connect with us

Vartej

વરતેજ પોલીસને મોટી સફળતા ; અલગ અલગ ચોરીના ચાર બનાવોના ભેદ ઉકેલી બે ને ઝડપી લીધા

Published

on

big-success-for-vartej-police-four-cases-of-different-thefts-were-solved-and-two-were-arrested

કુવાડિયા

  • અશ્વિન વાઘેલા અને મુકેશ વાઘેલા બન્ને કેબલ વાયર અને પાણીના બોરની ચીજવસ્તુઓ ચોરતા હતા ; બંને ગિરફ્તાર ; 24500નો મુદ્દામાલ કબ્જે

ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીના બનાવો સામે પોલીસ સજાગ બની છે. કેબલ વાયર અને પાણીના બોરની મોટર અને રોકડ રકમની થયેલી ચાર અલગ અલગ ચોરીનો વરતેજ પોલીસે ભેદ ઉકેલી દીધો છે, વરતેજ પોલીસ પીએસઆઈ રબારીની સુચનાથી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા

big-success-for-vartej-police-four-cases-of-different-thefts-were-solved-and-two-were-arrested

તે દરમ્યાન ભીકડા ગામથી સમઢીયાળા તરફ જવાના રસ્તે ખોડીયારમાના મંદીર તરફ જવાના નાકા પાસેથી બાતમીના આધારે રેડ કરી અશ્વિન વાઘેલા અને મુકેશ વાઘેલા રહે બન્ને હાલ ભીકડા વાડી વિસ્તાર મુળ ગામ ખાટડી તા.ઘોઘા વાળાઓને દબોચી લઈ સઘન પૂછતાછ કરતા બન્નેએ (૧) સબમર્સીબલ મોટર નંગ-૧, (૨) ૪૦૦ ફુટ કેબલ વાયરના બંડલ નંગ-૨, (૩) રોકડ રૂપીયા.૯૫૦૦ ની ચોરી કર્યાની કબૂલાત આપી હતી,

બન્નેએ

big-success-for-vartej-police-four-cases-of-different-thefts-were-solved-and-two-were-arrested

(૧) ભીકડા ગામની સીમમાથી ચોરાયેલ ૪૧૦ ફુટ નો કેબલ વાયર

big-success-for-vartej-police-four-cases-of-different-thefts-were-solved-and-two-were-arrested

(૨) ભીકડા ગામથી સમઢીયાળા તરફ જવાના રસ્તે આવેલ વાડીમાથી ચોરાયેલ સબમર્સીબલ મોટર

Advertisement

big-success-for-vartej-police-four-cases-of-different-thefts-were-solved-and-two-were-arrested

(૩) ભાકડા ગામની વાડીએથી રોકડ રકમની ચોરી કરી હતી

બન્નેને ઝડપી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર કામગીરી કરનાર પીએસઆઈ રબારીની સૂચનાથી અજીતસિંહ મોરી, કુલદીપસિંહ ગોહિલ, રાજદીપસિંહ ગોહિલ, શક્તિસિંહ ચુડાસમા, વિશ્વરાજસિંહ વાઘેલા, રવિરાજસિંહ પાવરા, અજીતભાઇ પનારા વગેરે જોડાયા હતા

error: Content is protected !!