Bhavnagar
ભાવનગરના સ્વર સાધક ભરતભાઇ ત્રિવેદીનું નિધન, કલા જગતમાં ઘેરો શોક
કુવાડીયા
ભાવનગરના કલાજગતમાં બહુમુખી પ્રતિભા ધરાવતાં ગીતકાર, ગાયક અને સંગીતકાર શ્રી ભરતભાઇ ત્રિભોવનદાસ ત્રિવેદીનું તા ૪-૮-૨૩ને શુક્રવારના રોજ નિધન થયેલ છે તેઓ કલામર્મજ્ઞ મનુભાઈ દીક્ષિત “ડીંગાજી”નાં સાળા અને શિક્ષણવિદ પૂર્ણિમાબેન દીક્ષિતના ભાઇ થાય તેમજ કલાપથ સંસ્થાના સંચાલક કુશલ દીક્ષિત, ડૉ મૃણાલ દીક્ષિત, નૃત્યાંગના જિજ્ઞા દીક્ષિત, ડૉ ભૈરવી દીક્ષિત-ત્રિવેદી અને પૂર્વીબેનના મામા થાય સ્વ ભરતભાઈએ માત્ર ગુજરાત જ નહીં પણ મુંબઈ મહારાષ્ટ્રના કવિઓ, કવિયત્રિઓની ૫૫૦ જેટલી કૃતિઓનું સ્વરાંકન કરેલ છે તેમની ગઝલ ગાયકી, ફ઼િલ્મી ગીતો, સંતવાણી અને સુગમ ગાયકી પરની અદભુત પકડ હતી
વર્ષો સુધી બગદાણા ગુરૂઆશ્રમમાં દર પૂનમે સ્વ ભરતભાઇ, સ્વ કાંતિભાઈ વંકાણી,સ્વ બટુકભાઈ રાઠોડ ભજનો કરવા જતાં તેમનાં નિવાસસ્થાન ગિરિકુંજ, એવન્યુ ઉત્તર કૃષ્ણકુમારસિંહ માર્ગેથી નીકળેલી અંતિમ યાત્રામાં ભાવનગરની કલા જ્ગતની મહાન હસ્તીઓ મધુકરભાઈ ઉપાધ્યાય, અનીલ વંકાણી, કર્મવીરભાઇ મહેતા, સ્વાતિબેન મહેતા, ઇન્દ્રિજીત રાજ્યગુરુ, નિરુભાઈ ભડીયાદ્રા તેમજ સાહિત્ય જગતની હસ્તીઓ વિશાલ સંખ્યામાં જોડાઈ હતી તેમની શાંતિ પ્રાર્થના ૬-૮-૨૩ને રવિવારે દીપક હોલ સંસ્કારમંડળ ભાવનગર ખાતે સાંજના ૪ થી ૬ રાખેલ છે