Connect with us

Bhavnagar

ભાવનગર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શોધ્યું આયુર્વેદિક મચ્છર પ્રતિરોધક – કુલપતિએ કર્યું સન્માન

Published

on

Bhavnagar University Students Invent Ayurvedic Mosquito Repellent - Vice-Chancellor Honours

કુવાડિયા

ગુજરતમાં છેલ્લા ઘણા સમયથી મચ્છરજન્ય રોગોમાં વધારો થઈ રહ્યો છે, ખાસ કરીને બાળકોમાં આ પ્રકારના રોગોનો વ્યાપ વધતો હોય તેવું જોવા મળે છે. બજારમાં ઘણા બધા મચ્છર પ્રતિરોધક મળે છે પણ ઘણા કિસ્સામાં આવા મચ્છર પ્રતિરોધકોમાં કેમિકલનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે, ત્યારે ભાવનગર યુનિવર્સિટીના લાઈફ સાયન્સ ભવનના વિદ્યાર્થીઓએ તેમના પ્રાદ્યાપકના માર્ગદર્શન હેઠળ આયુર્વેદિક અને ઈકોફ્રેન્ડલી મચ્છર પ્રતિરોધક શોધી કાઢ્યું છે.

આ મચ્છર પ્રતિરોધકની ઉપિયોગિતા એક કરતાં વધારે છે. આ મચ્છર પ્રતિરોધક સંપૂર્ણપણે વનસ્પતિમાંથી બનાવવામાં આવ્યું છે અને તેને લગાવ્યા બાદ આ પ્રતિરોધક એન્ટિ ઇન્ફલામેન્ટ્રી, બેસ્ટ સ્કીન ફ્રેન્ડલી, સ્કીન ટેનીન, દરેક ઉંમરના વ્યક્તિ માટે, ઈકોફ્રેન્ડલી, બેસ્ટ સેનીટાઈઝર અને વનસ્પતિમાંથી બનેલું મચ્છર પ્રતિરોધક છે,

Bhavnagar University Students Invent Ayurvedic Mosquito Repellent - Vice-Chancellor Honours

જેમાં કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, જેથી આની કોઈ સાઈડઇફેક્ટ મનુષ્ય શરીર ઉપર થતી નથી. આ મચ્છર પ્રતિરોધકની શોધ બાદ ભાવનગર યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગ દ્વારા તેની પેટન્ટ રજિસ્ટર કરવા માટેનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

દોઢ વર્ષ જેટલા સમયગાળામાં મમતા દિયોરા, દિપાલી ડાભી, તૃપ્તિ ગોહેલ, પુજા ઝનકાત, ચાર્મી રાજ્યગુરુ અને મુઝીર હબસી આ 6 વિદ્યાર્થીઓએ ડૉ. ભરતસિંહ ગોહિલ અને ડે. શૈલેસ મહેતાના માર્ગદર્શન હેઠળ આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. જેના બદલામાં આ વિદ્યાર્થીઓને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કારર્યકારી કુલપતિ ડૉ. એમ. એમ. ત્રિવેદી અને અન્ય સત્તાધીશોએ દ્વારા સન્માનીત પણ કરવામાં આવ્યા હતા.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!