Connect with us

Bhavnagar

ભાવનગર : ગોપનાથ લાઈટ હાઉસ ખાતે ટુરીઝમ ફેસેલિટીનું વર્ચયલ લોકાર્પણ કરતાં કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનવાલ

Published

on

bhavnagar-union-minister-sarvananda-sonwal-virtual-launch-of-tourism-facility-at-gopanath-light-house

કુવાડિયા

  • લાઇટ હાઉસ ટુરીઝમ તરીકે ડેવલપ થવાથી દેશ અને દુનિયાના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર : સંસદ ડો. ભારતીબેન શિયાળ

ભાવનગર જિલ્લાના ગોપનાથ, વેરાવળ અને દ્વારકા ખાતે આવેલ લાઇટ હાઉસ (દીવાદાંડી) ને મિનિસ્ટ્રી ઓફ પોર્ટ, શિપિંગ અને વોટર વેઇઝના કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનવાલ દ્વારા દ્વારકા ખાતેથી ટુરીઝમ ફેસેલિટીનું વર્ચુયલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનવાલ એ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝન ને લીધે લાઇટ હાઉસ ને ટુરીઝમ માટે વિકસાવવાનું શક્ય બન્યું છે.

bhavnagar-union-minister-sarvananda-sonwal-virtual-launch-of-tourism-facility-at-gopanath-light-house

ભારતમાં 75 લાઇટ હાઉસને ટુરિઝમ તરીકે વિકસાવવાથી અર્થવ્યવસ્થામાં પણ ઉપયોગી થશે. મંત્રી એ વધુમાં જણાવ્યું હતું કે 21 સપ્ટેમ્બર થી 23 સપ્ટેમ્બર લાઇટ હાઉસ કેસ્ટિવલ મનાવવામાં આવશે. સંસદ ડો. ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે લાઇટ હાઉસ ટુરીઝમ સ્થળ તરીકે ડેવલપ થવાથી દેશ અને દુનિયાના લોકો તેનાથી આકર્ષિત થશે જે વડાપ્રધાન નરેન્દ્રભાઇની દૂરંદેશી ને લીધે શક્ય બન્યું છે. ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે ગોપનાથના લાઈટ હાઉસ ખાતે બનેલ મ્યુઝીયમમાં ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી થશે.

bhavnagar-union-minister-sarvananda-sonwal-virtual-launch-of-tourism-facility-at-gopanath-light-house

આ પર્યટન સ્થળે લોકોને આનંદ તો થશે જ સાથે ઐતિહાસિક માહિતી પણ મળશે. ગોપનાથનું લાઈટ હાઉસ ભોગોલિક દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અહીં પર્યટકો માટે મ્યૂઝિયમ ખુલ્લું મુકવામાં આવ્યું છે જેમાં ભૂતકાળમાં દીવાદાંડી કંઈ રીતે કામ કરતી હતી એ સમયના સાધનો શુ હતા એ સમયના જહાજો વિશે માહિતગાર કરવામાં થશે. ગોપનાથ લાઇટ હાઉસ ખાતે મ્યુઝિયમ, સેલ્ફી પોઇન્ટ, મ્યુઝિકલ ફાઉનટેઇન, બાળકો માટે રમત ગમતના સાધનો જેવા આકર્ષણ ના કેન્દ્ર બનાવવામાં આવેલ છે.આ પ્રસંગે તળાજા એસ.ડી.એમ. વિકાસ રાતડા, આર.સી. મકવાણા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Continue Reading
Advertisement
error: Content is protected !!