Connect with us

Bhavnagar

ભાવનગર તોડકાંડ-ડમીકાંડ ; યુવરાજસિંહના બીજા સાળાએ પણ વટાણા વેર્યાં! ડમીકાંડમાં વધુ 4 આરોપીની ધરપકડ

Published

on

Bhavnagar todkand-dumikand ; Yuvraj Singh's second brother-in-law also spread peas! 4 more accused arrested in Dummikand

બરફવાળા

ભાવનગરના ચક્ચારી ડમીકાંડ કૌભાંડમાં પોલીસે આજે વધુ 4 આરોપીને ઝડપી લીધા છે . ઝડપી લીધેલા ચારે શકશો તળાજા -મહુવા પંથકના છે. સાથે પોલીસે ડમીકાંડમાં ઝડપી લીધેલા આરોપીની સંખ્યા વધીને 23 થઈ છે. રાજ્યના સૌથી મોટા ચકચારી ડમીકાંડ માં ભાવનગર પોલીસે આજે તળાજા પંથકના ચાર શખ્સોને ઝડપી લીધા છે .

Bhavnagar todkand-dumikand ; Yuvraj Singh's second brother-in-law also spread peas! 4 more accused arrested in Dummikand

જેમાં  ચંદ્રદીપભાઈ ભરતભાઈ ચૌહાણ રહે.ઉમરલા તા. તળાજા ,મહાવીરસિંહ રઘુભા સરવૈયા રહે. નવા સાંગાણા તાલુકો તળાજા, કીર્તિ કુમાર મુકેશભાઈ પનોત રહે. નવું ગામ દિહોર તાલુકો તળાજા અને સંજયભાઈ ગોવિંદભાઈ સોલંકી રહે .કોંજરી તાલુકો મહુવા નો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડમીકાંડમાં આજ સુધી પોલીસે કુલ 23 ની ધરપકડ કરી છે.

Bhavnagar todkand-dumikand ; Yuvraj Singh's second brother-in-law also spread peas! 4 more accused arrested in Dummikand

યુવરાજસિંહના સાળાએ વેર્યા વટાણા

પોલીસે આપેલી માહિતી મુજબ તોડકાંડની તપાસ દરમિયાન શિવુભા પોલીસ સમક્ષ આજરોજ રજૂ થયા હતા. પોલીસે તેમની વિધિવત ધરપકડ કરી પુછપરછ કરતા તેમણે કબૂલાત આપી હતી કે તેમણે રૂપિયા 25.50 લાખ પોતાના મિત્રના ફ્લેટ પર રાખ્યા છે. આમ પોલીસે શિવુભા ઉર્ફે શિવભદ્રસિંહની કબૂલાતના આધારે ભાવનગરના ક્રિષ્ના રેસિડેન્સીના ફ્લેટ નંબર 101માં આવેલા સંજય જેઠવાના ફ્લેટમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન સંજય જેઠવાએ કબૂલાત આપી હતી કે, શિવુભા થોડા દિવસ પહેલા એક થેલી આપી ગયા હતા અને જણાવેલ કે તમે સાચવીને રાખજો હું કહુ ત્યારે પરત કરી દેજો.

Advertisement
error: Content is protected !!