Sihor
ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરશોતભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશે સિહોરના વોર્ડ વાઇઝ બેઠકો લીધી

- ચૂંટણીના પડઘમો વાગી ચુક્યા છે, બેઠકો મિટિંગોનો દોર શરૂ : સિહોરના 1 થી 9 વોર્ડમાં દિવ્યેશે બેઠકો લઈ લોકોના પ્રશ્નો સાંભળ્યા
હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે. ગુજરાતની ચૂંટણીની તારીખ પણ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. રાજયમાં ચૂંટણીને લઈને રાજકીય અખાડો સજાય ચુકયો છે. જેની વચ્ચે ચૂંટાયેલા સભ્યો પણ વોર્ડ વાઇઝ બેઠકો કરી રહ્યા છે ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરશોતભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીએ સિહોરના વોર્ડ વાઇઝ બેઠકો કરી લોકોના પ્રશ્નો સાંભળી ઉકેલ તરફના પ્રયાસો શરૂ કર્યા છેનવડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું ગૃહ રાજય ગુજરાત ભાજપનો સૌથી મજબૂત ગઢ છે અઢી દાયકાથી વધુ સમયથી ભાજપનો આ ગઢ અજેય રહ્યો છે તે સમજી શકાય છે.
ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની પરંપરાગત હરીફાઈમાં, ભાવનગર સહિત AAP રાજયમાં ત્રિકોણીય લડાઈ લડી રહી છે જેની વચ્ચે જનપ્રતિનિધિઓ હવે લોકોની વચ્ચે દેખાવવા લાગ્યા છે સિહોરના 1 થી 9 વોર્ડમાં ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરશોતભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશે મોરચો સાંભળ્યો છે દિવ્યેશે આજે સિહોરના બાલાજીનગર, ગુંદાળા, સિદ્ધાર્થ સોસાયટી, ઇલાબેન જાનીનું ઘર, શૈલેષભાઈનું ગોડાઉન, રાજગોર શેરી, હનુમાનધારા વિસ્તાર, લીલાપીર સહિતના અલગ અલગ વિસ્તારોમાં દિવસભર બેઠકો લીધો હતી જ્યાં સિહોર નગરપાલિકાના નગરસેવકો વિવિધ સામાજિક આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ થતા સિહોરીજનો ઉપસ્થિત રહી લોકોના પ્રશ્નો સાંભળી ઉકેલ તરફની દિશામાં પ્રયાસો હાથ ધર્યા હતા