Bhavnagar
ભાવનગર ; શ્રી ગુજરાત મહિલા સેવા સંઘના પ્રવીણભાઈ પડાયાએ નિઃશુલ્ક ચાલતી શિક્ષણિક સંસ્થાની મુલાકાત લીધી
દેવરાજ
- ભાવનગરમાં પછાત વર્ગના બાળકોને નિઃશુલ્ક ટ્યુશન આપી રહી છે આ સેવાકીય સંસ્થા ; મોટી સંખ્યામાં બાળકો અહીં વિનામૂલ્યે શિક્ષણ મેળવી રહ્યા છે
ભાવનગર શ્રી ગુજરાત મહિલા સેવા સંઘ દ્વારા કુંભારવાડા વિસ્તારમાં ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા પછાત ગરીબ બાળકોને નિઃશુલ્ક ટ્યુશન કલાસ સાથે અભ્યાસને ઉપયોગી વસ્તુઓ આપવામાં આવે છે. ત્યારે સ્વ.ખીમજીભાઈ બેચરભાઈ પડાયા એજ્યુ. ટ્રસ્ટના પ્રવીણભાઈ પડાયા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત માં ટ્રસ્ટના બન્ને બહેનો ૭૫ વિધાર્થીઓ ને નિઃશુલ્ક ટયુશન આપે છે તેમજ પોતાની માલીકી ની જગ્યા સંસ્થા ને અર્પણ કરેલી છે.તેમજ રોજ સાંજે ૪ થી ૬ મફત મા ટયુશન આપે છે તેમજ રોજનો નાસ્તો પણ તેમના તરફથી મફત આપે છે અહીં ખુબ જ મહેનત કરીને દિકરા દિકરીઓ ને ભણાવવામા આવા કાર્યશિલ બંને બહેનોને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.
આ શુભેચ્છા મુલાકાતમાં મુંબઈ મેઘવાળ પંચાયત ના પુર્વ પ્રમુખ જયસિંહભાઈ ખીમજીભાઈ પડાયા એ શિક્ષણ ના વિષય ઉપર માર્ગ દર્શન આપેલ અને વિધાર્થીઓ પાલન કરવાની બાયંધરી આપેલી.તેમજ તેમના સાથી મિત્ર મહારાષ્ટ્ર ગુજરાત ના જાણીતા સમાજ સેવક જીવરાજભાઈ બેચરભાઈ બોરીચા ઉપસ્થિત હતા તમણે તેમના તરફથી ઉપરોક્ત સંસ્થા ને રુપીયા ૫૦૦૦- દાનમા આપેલા .આ મકાન જર્જરિત હાલત મા છે એનુ મરામત કરવાનુ હોય તો મોટી રકમ નો ખર્ચ થાય એમ છે જે કોઈ દાનવિરો ને ઉપરોક્ત સંસ્થા ને દાન કરવુ હોય તો કરી શકે છે હેન્ડબીલ મા એમનુ નામ, સ્થળ, અને ટેલીફોન નંબર આપેલો છે તો ડાયરેક્ટ એમનો સંપર્ક કરી શકે છે. સ્વ-ખીમજીભાઈ બેચરભાઈ પડાયા એજ્યુકેશન ટ્રસ્ટ મુંબઈ તરફ થી રુપીયા ૧૧૦૦૦-નુ દાન આપવામા આવેલ હતું